ટોપ ન્યૂઝનેશનલ

J&K Election : ભાજપની ચોથી યાદી જાહેર, નૌશેરાથી લડશે પ્રદેશ અધ્યક્ષ

Text To Speech

નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર : ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જમ્મુ-કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવિન્દ્ર રૈનાનું નામ આ યાદીમાં છે. તેઓ નૌશેરાથી વિધાનસભા ચૂંટણી લડશે. બીજેપીની ચોથી યાદી અનુસાર, એન્જિનિયર એજાઝ હુસૈન લાલ ચોકથી, આરિફ રાજા ઇદગાહથી, ડૉ.અલી મોહમ્મદ મીર ખાન સાહિબથી, ઝાહિદ હુસૈન ચારાર-એ-શરીફથી અને વિબોધ ગુપ્તા રાજૌરીથી ચૂંટણી લડશે.

કોંગ્રેસે છ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી

અગાઉ આજે કોંગ્રેસ પાર્ટીએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે છ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ પાર્ટીની આ બીજી યાદી છે. આ યાદીમાં JKPCC ચીફ તારિક હમીદ કારાને સેન્ટ્રલ શાલટેંગ સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.  કોંગ્રેસની આ યાદીમાં રિયાસીથી મુમતાઝ ખાન, માતા વૈષ્ણો દેવીથી ભૂપેન્દ્ર જામવાલ, રાજૌરી (ST)થી ઈફ્તિખાર અહેમદ, થન્નામંડી (ST)થી શબ્બીર અહેમદ ખાન અને સુરનકોટ (ST)થી મોહમ્મદ શાહનવાઝ ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર 2024ના રોજ યોજાશે, જ્યારે મતોની ગણતરી 8 ઓક્ટોબરે થશે.  આ ચૂંટણી કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાનિક સરકારના માળખાને પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Back to top button