લાઈફસ્ટાઈલહેલ્થ

વ્યસ્ત જીવનશૈલી વચ્ચે માળો પ્રકૃતિનો આનંદ અને મેળવો તેના ફાયદા!

Text To Speech

વર્તમાન યુગમાં લોકોનું સ્વાસ્થ્ય ઘણું બગડવા લાગ્યું છે. આના માટે બગડતી જીવનશૈલી જવાબદાર છે. તેનું એક મોટું કારણ એ છે કે, મનુષ્ય પ્રકૃતિથી દૂર થઈ રહ્યો છે. પહેલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાનું ચલણ ઘણું વધારે હતું, પરંતુ હવે આ ચલણ ઘણું ઓછું થઈ ગયું છે.

જ્યારે તમે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલો છો, ત્યારે તમારા પગના તળિયાના દબાણને કારણે તમારા ઘણા અવયવો નિયંત્રિત થઈ જાય છે. કારણ કે, લીલા ઘાસમાં ઘા મટાડવાની શક્તિ હોય છે. જમીન પર ખુલ્લા પગે ચાલવાના વૈજ્ઞાનિક ફાયદાઓ સામે આવે તે પહેલા જ ઘરના વડીલો તેની સલાહ આપતા હતા.

ઘાસ પર ખુલ્લા પગે ચાલવાના આશ્ચર્યજનક ફાયદા

1. ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થશે

તે ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. જો તમે રાત્રે યોગ્ય રીતે ઊંઘી શકતા નથી, તો તમે અનિદ્રાનો શિકાર બની શકો છો. આ એક પ્રકારની ગંભીર સમસ્યા છે. એવું માનવામાં આવે છે કે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી તમારી અનિદ્રા દૂર થઈ શકે છે અને તમારી ઊંઘનો સમય અને ઊંઘનું ચક્ર ઠીક થઈ શકે છે.

ઘાસ પર ખુલ્લા પગે ચાલવું-humdekhengenews

2. સોજા ઘટાડવામાં મદદરૂપ

શરીરના અમુક અંગો પર સોજા આવવા માટેનું કારણ સેલ ડેમેજ છે. આ સિવાય અન્ય કારણોમાં કેન્સર, હાર્ટ પ્રોબ્લેમ છે. ઉઘાડપગે ચાલવાથી પૃથ્વીના ઇલેક્ટ્રોન એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે અને તમારા શરીરમાં સોજા ઘટાડે છે.

3. રોગપ્રતિકારક શક્તિ બુસ્ટ કરશે

કોરોના વાયરસ રોગચાળો શરૂ થયા પછી, રોગપ્રતિકારક શક્તિને સુધારવાની સતત વાતો થઈ રહી છે. જો તમે નિયમિતપણે સવારે લીલા ઘાસ પર ચાલો છો, તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને ઘણા રોગો અને ચેપનું જોખમ દૂર થશે.

4. દૃષ્ટિ વધારવામાં અસરકારક

એવું માનવામાં આવે છે કે આપણા પગ પર દબાણનો એક બિંદુ છે જેનું જોડાણ તમારી આંખોની નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલું છે, લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આ દબાણ બિંદુ ઉત્તેજિત થાય છે. જેના કારણે તમારી આંખોની રોશની સારી થઈ શકે છે.

Back to top button