ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

CWG 2022 : વેઇટલિફ્ટર્સ જેરેમી લાલરિનુંગાએ ભારતને અપાવ્યો વધુ એક ગોલ્ડ

Text To Speech
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય વેઇટલિફ્ટર્સ દ્વારા સારું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના પગલે જેરેમી લાલરિનુંગાએ 67 કિગ્રા વજન વર્ગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.  જેરેમી લાલરિનુંગાએ કુલ 300 કિલો વજન ઉપાડીને ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો છે. વર્તમાન ગેમ્સમાં આ ભારતનો બીજો ગોલ્ડ અને એકંદરે પાંચમો મેડલ છે. ખાસ વાત એ છે કે આ પાંચેય મેડલ ભારતે વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં જ હાંસલ કર્યા છે.
જેરેમીએ સ્નેચમાં રેકોર્ડ 140 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 160 કિલો વજન ઉપાડ્યું
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને પાંચમો મેડલ મળ્યો છે.  જેરેમી લાલરિનુંગાએ પુરુષોની વેઈટલિફ્ટિંગ 67 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.  જેરેમી લાલરિનુંગલે સ્નેચમાં રેકોર્ડ 140 કિલો વજન ઉપાડ્યું, જ્યારે તે ક્લીન એન્ડ જર્કમાં 160 કિલો વજન ઉપાડવામાં સફળ રહ્યો છે. એટલે કે, એક ગેમ્સ રેકોર્ડ બનાવીને તેણે કુલ 300 કિલો વજન ઉપાડ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો છે.
મીરાબાઈ ચાનુએ 49 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ જીત્યો 
ખાસ વાત એ છે કે કોમનવેલ્થ 2022માં ભારતને વેઈટલિફ્ટર્સ દ્વારા અત્યાર સુધીમાં પાંચ મેડલ મળ્યા છે. જ્યાં ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ 49 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો. બીજી તરફ, સંકેત મહાદેવ સરગર, પુરુષોની 55 કિગ્રા વજન વર્ગમાં અને બિંદિયારાની દેવીએ પણ મહિલાઓની 55 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય ગુરુરાજા પૂજારી 61 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.
યુથ ઓલિમ્પિકમાં રેકોર્ડ બનાવ્યો હતો
જેરેમીએ 2018 સમર યુથ ઓલિમ્પિક્સમાં છોકરાઓની 62 કિગ્રા વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેરેમીએ સ્નેચ રાઉન્ડ 124 અને ક્લીન એન્ડ જર્કમાં 150 કિલો વજન ઉપાડ્યું. એટલે કે જેરેમીએ કુલ 274 કિલો વજન ઉઠાવીને આ મેડલ જીત્યો હતો.  આ સાથે જેરેમી યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે.  ત્યાર બાદ જેરેમીએ એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.
ગયા વર્ષે પણ તેમણે ગોલ્ડ જીત્યો હતો
19 વર્ષીય જેરેમી લાલરિનુંગાએ ગયા વર્ષે યોજાયેલી કોમનવેલ્થ ચેમ્પિયનશીપની પુરુષોની 67 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ક્વોલિફાય કર્યું હતું. તાશ્કંદમાં યોજાયેલી આ સ્પર્ધામાં જેરેમી લાલરિનુંગાએ 305 કિલો વજન ઉપાડીને આ સુવર્ણ સફળતા હાંસલ કરી હતી.  2018 યુથ ઓલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા જેરેમી લારીનુંગાએ સ્નેચમાં 141 અને ક્લીન એન્ડ જર્કમાં 164 કિગ્રાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો.
Back to top button