ઐશ્વર્યા-અભિષેકના ડિવોર્સની અફવાઓ પર પૂર્ણવિરામ, દુબઈ એરપોર્ટ પર સાથે દેખાયા!
- પાવરફુલ કપલ ઐશ્વર્યા-અભિષેકના ડિવોર્સની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી હતી, જોકે હવે આ બંને સાથે જોવા મળતા આ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે
2 સપ્ટેમ્બર, મુંબઈઃ બોલિવૂડના સૌથી પાવરફુલ કપલ્સમાં જેની ગણતરી થાય છે તે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના અણબનાવને લઈને છેલ્લા કેટલાક સમયથી ઘણી અફવાઓ ચાલી રહી હતી. લાંબા સમયથી બંને વચ્ચે છૂટાછેડાની અફવાઓ ચારેબાજુ ફેલાઈ હતી.
બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં, અભિષેકે તેની સગાઈની વીંટી બતાવી અને કહ્યું કે તે હજી પરિણીત છે અને છૂટાછેડાની અફવાઓને નકારી કાઢી છે. હવે લાંબા સમય બાદ આ સૌથી મોસ્ટ લવિંગ કપલ જાહેરમાં સાથે જોવા મળ્યું છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે તેમની વચ્ચે કોઈ અણબનાવ નથી. તેમની ડિવોર્સની અફવાઓ પર પૂર્ણ વિરામ મુકાયું છે.
View this post on Instagram
ઐશ્વર્યા-અભિષેક સાથે જોવા મળ્યા
તાજેતરમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય તેમની પુત્રી આરાધ્યા સાથે દુબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ત્રણેયને દુબઈ એરપોર્ટના રનવે પર બસમાં પ્રવેશતા જોઈ શકાય છે. વીડિયોમાં પહેલા અભિષેક બસની અંદર જતો જોવા મળે છે, તેની પાછળ ઐશ્વર્યા અને આરાધ્યા થોડા ડગલાં દૂર જોવા મળે છે. ઓલ બ્લેક આઉટફિટમાં ઐશ્વર્યા હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે
આ વાયરલ વીડિયોમાં ઐશ્વર્યા તેના પતિ અને પુત્રી સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે અને એરપોર્ટ સ્ટાફનું સ્માઈલ સાથે સ્વાગત કરી રહી છે. આ વીડિયો પછી હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કપલનું લગ્ન જીવન સારું ચાલી રહ્યું છે અને તેઓ સાથે સમય વિતાવી રહ્યા છે. હવે આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચોઃ કંગના રનૌતે જયા બચ્ચન પર નિશાન સાધ્યું, પતિના નામ પર ગુસ્સે થયા હતા સાંસદ