ટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનના કુંભલગઢમાં શિક્ષક પૂર્વ વિદ્યાર્થીનીને ભગાડી ગયો, ગામ લોકોનો જોરદાર હંગામો

Text To Speech
  • ગ્રામજનો દ્વારા શિક્ષકને શાળામાંથી દૂર કરવાની માગણી કરવામાં આવી છે

રાજસમંદ(રાજસ્થાન), 2 સપ્ટેમ્બર: રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કુંભલગઢ સબડિવિઝન વિસ્તારમાં એક સરકારી શાળાના ગેટ પર લોકોએ વિરોધ પ્રદર્શન કરીને શાળાના શિક્ષક વિરુદ્ધ ગુસ્સો વ્યક્ત કર્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે, શાળાનો શિક્ષક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની સાથે ભાગી ગયો છે. જે હવે પરિણીત છે. ગ્રામજનોએ શિક્ષકને શાળામાંથી દૂર કરવાની માંગ કરી છે. ગ્રામજનોના ગુસ્સા બાદ કેલવાડા પોલીસ સ્ટેશનના પોલીસ અને શિક્ષણ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા, જેઓ ગ્રામજનોને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

રાજસમંદના મુખ્ય જિલ્લા શિક્ષણાધિકારી નૂતનપ્રકાશ જોષીએ કહ્યું કે,  આંતરી શાળાના શિક્ષક સામે પરિણીત મહિલાને ભગાડી જવાના આરોપમાં ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. સ્થળ પર જ શિક્ષણાધિકારી અને પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેમજ પોલીસ અને શિક્ષણ અધિકારીઓના ફિઝિકલ રિપોર્ટના આધારે શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રામજનોમાં ભારે રોષની લાગણી

મળતી માહિતી મુજબ, સરકારી શિક્ષક પર એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનીને ભગાડી જવાનો આરોપ છે, જે પરિણીત છે. જેના કારણે મોટી સંખ્યામાં ગ્રામજનો શાળાના ગેટ પર ઉમટી પડ્યા અને શિક્ષક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કરવા લાગ્યા. ઘટના બાદ કુંભલગઢ સબડિવિઝન ઓફિસર ઉપેન્દ્ર શર્માએ શિક્ષણ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપી હતી. કેલવાડા પોલીસ સ્ટેશનના પ્રભારી વિશાલ ગવરિયાએ સબ-ઇન્સ્પેક્ટર દરિયાવસિંહ મય જાપ્તે સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

અગાઉ પણ અનૈતિક વર્તનના આક્ષેપઃ SDMની સૂચના બાદ બ્લોક ચીફ એજ્યુકેશન ઓફિસર શંભુલાલ ટાંક પણ શાળાએ પહોંચ્યા હતા. પોલીસ અને શિક્ષણ અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોનો આરોપ છે કે, શિક્ષક પર અગાઉ પણ અન્ય મહિલાઓ સાથે અનૈતિક વર્તનનો આરોપ છે. આવી સ્થિતિમાં આવા શિક્ષકને કોઈપણ શાળામાં રાખવા યોગ્ય નથી, જેને તાત્કાલિક દૂર કરવો જોઈએ. શિક્ષણ અધિકારીઓએ નિયમ મુજબ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે.

આ પણ જૂઓ: રાજસ્થાન : SI પેપરલીક પ્રકરણમાં RPSCના પૂર્વ સભ્ય અને તેના સંતાનોની ધરપકડ

Back to top button