બેંગ્લોર, 2 સપ્ટેમ્બર : કર્ણાટકમાં એક 47 વર્ષીય મહિલાએ બીજેપી નેતા અને હિન્દુત્વ કાર્યકર્તા અરુણ કુમાર પુથિલા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આઈપીસીની કલમ 417, 354A અને 506 હેઠળ દક્ષિણ કન્નડ મહિલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના જૂન 2023માં બેંગલુરુની પાઈ વિસ્ટા હોટલમાં બની હતી.
આ પણ વાંચોઃદાંતીવાડાના વાઘરોલ પાસે સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત: દંપતીને ગંભીર ઈજા
ચૂંટણી સમયે જ નેતા ભાજપમાં જોડાયા હતા
ફરિયાદ કરનાર મહિલાએ આરોપ લગાવ્યો છે કે પુથિલાએ ઘટના દરમિયાન ફોટોગ્રાફ્સ, સેલ્ફી અને વીડિયો લીધા હતા. જે બાદ તેનો ઉપયોગ તેને બ્લેકમેલ કરવા માટે કરવામાં આવતો હતો. અરુણ કુમાર પુથિલાએ ભાજપ સામે બળવાખોર ઉમેદવાર તરીકે પુત્તુર વિધાનસભાની ચૂંટણી લડીને પોતાની છાપ બનાવી અને બાદમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા.
આ પણ વાંચોઃ ફરાર સટ્ટાખોર દીપક ઠક્કર દુબઈથી ઝડપાયો, જાણો આ કાંડની કરમકુંડળી
ઉડુપીમાં બાળકીનું અપહરણ અને બળાત્કાર
ગયા મહિને ઓગસ્ટ મહિનામાં કર્ણાટકના ઉડુપીમાં એક શરમજનક ઘટના સામે આવી હતી. અહીં એક બાળકીનું અપહરણ કરીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કારમાં બળાત્કાર ગુજાર્યો હતો
મળતી માહિતી મુજબ, આ ઘટના ઉડુપીના કરકલામાં બની હતી. અહીં પીડિતાની ઓળખ અલ્તાફ નામના યુવક સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા થઈ હતી. અલ્તાફે પીડિતાને મળવા બોલાવી હતી. આ પછી તેને કારમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ કર્યા બાદ આરોપી અલ્તાફ યુવતીને મુકવા જતો હતો. ત્યારે સ્થાનિક હિન્દુ કાર્યકરોએ કારને રોકી હતી. કારમાં બેઠેલી યુવતી નશાની હાલતમાં હતી.