ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગવર્લ્ડ

ફરાર સટ્ટાખોર દીપક ઠક્કર દુબઈથી ઝડપાયો, જાણો આ કાંડની કરમકુંડળી

દુબઈ, 1 સપ્ટેમ્બર, ગુજરાતના મોસ્ટ વોન્ટેડ બુકી દીપક ધીરજલાલ ઠક્કરની સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. મૂળ બનાસકાંઠાના ડીસાનો રહેવાસી દીપક ઠક્કર દુબઈમાં રહેતો હતો અને ભારતમાં સટ્ટાબાજીનું રેકેટ ચલાવતો હતો. ઠક્કર અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વોન્ટેડ છે. સીબીઆઈએ ગયા વર્ષે ઈન્ટરપોલ દ્વારા આરોપીઓ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. નોટિસના જવાબમાં દુબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

દીપક ઠક્કર કે જે સટ્ટો ચલાવવામાં માહીર છે. તે ઘણાં વર્ષોથી તે ભારત છોડીને દુબઈથી સટ્ટાનું નેટવર્ક ચલાવતો હતો. અમદાવાદમાં પણ પોલીસ ચોપડે દીપકના અનેક ગુનાઓ નોંધાયા છે. સીબીઆઈએ ગુનાને લઈ દીપકને અનેક વાર નોટીસો પણ આપી છે પણ દીપક કયારેય હાજર થતો હતો નથી. આ દરમિયાન ગુજરાત પોલીસને માહિતી મળી હતી કે દીપક દુબઈમાં બેઠો છે અને સટ્ટાનું નેટવર્ક ભારતમાં ચલાવે છે. તેને પગલે ગુજરાત પોલીસે દુબઈ પહોંચી દીપકની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરવા માટે સીબીઆઈએ ઈન્ટરપોલ તરફથી રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. હવે તેને ભારત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

દીપક ઠક્કરને UAEથી ભારતમાં લાવવામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ‘ગ્લોબલ ઑપરેશન સેન્ટર’એ મોટી ભૂમિકા ભજવી છે. તે આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજીના રેકેટનો માસ્ટર માઇન્ડ હતો. ગુજરાત પોલીસે તેની સામે કેસ નોંધ્યો હતો અને લાંબા સમયથી આરોપીને શોધી રહી હતી. પોલીસે ઠક્કર અંગે સીબીઆઈનો સંપર્ક કર્યો હતો.

ગુજરાતના ઘણા મોટા બુકીઓ દુબઇમાં બેસીને સટ્ટાનું રેકેટ ચલાવે છે. તે પૈકી એક મોટો બુકી એટલે દીપક ઠક્કર. તે મૂળ ડીસાનો રહેવાસી છે પરંતુ ગુજરાતમાં સટ્ટો રમાડી શકાતો નથી એટલે બુકી દુબઇમાં જઈ ગુજરાતમાં તેનું નેટવર્ક ચલાવતા હોય છે. હવે જ્યારે દીપકની ધરપકડ થઈ છે ત્યારે અનેક ખુલાસા થઈ શકે છે. સીબીઆઈની રેડ કોર્નર નોટિસ પર પહેલા દુબઈ પોલીસે ધરપકડ કરી અને ત્યારબાદ ગુજરાત પોલીસે દીપકનો કબજો મેળવ્યો છે.

કયા ખુલાસા થયા?

ગુજરાતના પાટણમાં બેઠા બેઠા દુબઇમાં ચલાવવામાં આવી રહેલા એક ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો ખુલાસો થયો છે. ભુજ સાયબર ક્રાઇમ બાતમીને આધારે કરેલી તપાસમાં એક જ વર્ષમાં 52 અબજનું ટર્ન ઓવર કરતું સટ્ટા રેકેટ ઝડપાયું હતું. મોટાપાયે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર એક આરોપી હાલ પાટણ ખાતે આવ્યો હતો. જે બાતમીના આધારે ભુજ સાયબર ક્રાઈમની ટીમ પાટણ પહોંચી હતી. જ્યાં તેમણે ભરત ચૌધરી નામના શખ્સની ધરપકડ કરી હતી. શરૂઆતમાં પોલીસને પણ અંદાજ ન હતો કે, આ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક આટલું મોટું હશે. જો કે આરોપીની પૂછપરછ અને તેનો ફોન ચેક કરતા સમગ્ર કાંડ બહાર આવ્યો હતો.

આ પણ વાંચો.. પતિની શંકાને કારણે પત્નીએ આપ્યો જીવ, સુસાઇડ નોટમાં લખ્યું મને ભૂલી જાવ અને ખુશીથી જીવો..

Back to top button