- વરસાદ બાદની પરિસ્થિતિ થાળે પાડવા રાજ્ય સરકારના પ્રયાસ
- શહેરમાં તમામ જરૂરિયાત પૂરી પાડવા સરકાર તૈયાર
- ગૃહમંત્રીનું પદાધિકારીઓ અને શહેરીજનોને આશ્વાસન
વડોદરા, 31 ઓગસ્ટ : રાજ્યભરમાં 4 દિવસ પૂર્વે મેઘરાજાએ સર્જેલી તારાજીના પગલે ઠેરઠેર સરકાર પ્રત્યે લોકોમાં રોષ ફેલાયો છે. પરંતુ સરકાર દ્વારા પણ જરૂરી તમામ પગલાં લઈ લોકોને ઝડપથી સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન વડોદરા શહેરમાં નિર્માણ પામેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખૂદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોરચો સંભાળ્યો હતો અને બે દિવસમાં બે વખત વડોદરા શહેરની તેમણેમુલાકાત લઈ પરિસ્થિતિ ઝડપથી થાળે પડે તેવા પ્રયાસો કર્યા હતા.
સફાઈકર્મીઓને રૂબરૂ મળી બિરદાવ્યા
ગૃહમંત્રી હર્ષ સંઘવીની વડોદરા મુલાકાત દરમિયાન તેમણે મોડી રાતથી વહેલી સવાર સુધીમાં અનેક વિસ્તારોમાં ફર્યા અને ત્યાં કામ કરતા સફાઈકર્મીને રૂબરૂ મળ્યા હતા અને તેમને જોઈતી તમામ જરૂરી વસ્તુઓ પુરી પાડવા માટેની હૈયાધારણ આપી હતી.