ગુજરાતટોપ ન્યૂઝ

 મોંઘવારીનો માર: તહેવારો ટાણે તેલના ભાવમાં ફરી ભડકો

Text To Speech

લોકો પર મોઘવારીનો વધુ એક માર પડ્યો છે. શ્રાવણ મહિનો શરુ જ થયો છે ત્યાં તેલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે. શ્રાવણ માસમાં તહેવારોની શરૂઆત થાય છે. ત્યારે ખાદ્યતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે સીંગતેલના ડબ્બાનો ભાવ 2800ને પાર પહોંચી ગયો છે. પામોલીનમાં પણ બે દિવસમાં 30 રૂપિયાનો વધારો થયો છે.

તહેવારો ટાણે તેલના ભાવમાં ભડકો 

જન્માષ્ટમીના તહેવાર ઉપર ફરસાણની ડિમાન્ડ વધુ રહે છે. તહેવારમાં ખાદ્યતેલના ધંધાર્થી કમાણી કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. સીંગતેલ ડબ્બાનો ભાવ 2790થી 2800 પર પહોંચી ગયો છે. આ પહેલા 2780 થી 2790 હતા. સીંગતેલના ડબ્બે રૂપિયા 10 થી 20નો વધારો કરવામાં આવ્યો છે. પામ તેલ 2010 રૂપિયા હતું હવે 2040 થી 2045 ના ભાવે ડબ્બો પહોંચ્યો છે. મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય વર્ગ માટે તેલના વધેલા ભાવ પડ્યા પર પાટું સમાન છે.

Back to top button