ડીસાના રાણપુરની યુવતીએ પોલીસની ફરજ સાથે માનવતા પણ નિભાવી જાણી
પાલનપુર, 30 ઓગસ્ટ 2024, ગુજરાતમાં આવેલી વરસાદની કુદરતી આફતમાં વહીવટી તંત્ર સાથે પોલીસ પણ સતત સતર્ક રહી છે. રાજય પોલીસ વડા અને ગૃહરાજ્ય મંત્રીની સૂચનાથી પોલીસે ફરજ સાથે પોલીસ મિત્રની ભૂમિકા પણ અદા કરી છે. જેનો પોલિસના યુનિફોર્મમાં પાણીની બોટલો ઉંચકીને જઈ રહી હોવાનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર ગુજરાતમાંથી અભિનંદનની વર્ષા સાથે પ્રજા પોલીસને સલામ કરી રહી છે.
પાણીમાં ફસાયેલ લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા
વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી અને બનાસકાંઠાના ડીસા તાલુકાના રાણપુર ગામની વતની ચેતનાબેન દેવાજી માળીએ પોતાના જીવની ચિંતા કર્યા વગર પાણીમાં ફસાયેલ લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. જીવન જરૂરી ચીજવસ્તુઓ સહીત નાસ્તો પાણી, દૂધ જેવી વસ્તુઓ પોતાના ખભે ઉંચકીને લોકોના ઘર સુધી પહોંચાડી સાચા અર્થમાં પોલીસ મિત્ર સાબિત થઈ છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા: વરસાદે વિરામ લેતાં ડીસા નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં