ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
નવનિયુક્ત રાષ્ટ્રપતિના અપમાનનો મુદ્દો ફરી ચગ્યો, કોણે – કોના ઉપર શું આક્ષેપ કર્યો ?
ભારતના નવનિયુક્ત રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુની જીત થઈ ત્યારથી તેઓના અપમાનનો સિલસિલો પણ શરૂ થયો છે. પહેલા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ તેમને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધિત કરતા વિવાદ થયો હતો જેના પગલે તેઓએ લેખિત માફી માંગવી પડી હતી. ત્યારે હવે તેમણે જ એક નવા વિવાદને જન્મ આપ્યો છે અને ભાજપના મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાષ્ટ્રપતિનું સદનમાં વારંવાર નામ લઈ તેને યોગ્ય સન્માન નહીં આપ્યાનો તેમણે આક્ષેપ કરતો પત્ર સ્પીકરને લખ્યો છે. જેમાં ઈરાની પાસે તેમણે માફીની પણ માંગ કરી છે.
શું છે આખો વિવાદ ?
સ્પીકરને લખેલા પત્રમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે હું એ પણ નિર્દેશ કરવા માંગુ છું કે જે રીતે સ્મૃતિ ઈરાની સદનમાં માનનીય રાષ્ટ્રપતિનું નામ લઈ રહી હતી તે યોગ્ય નથી. તે માનનીય રાષ્ટ્રપતિ અથવા મેડમ અથવા શ્રીમતી જેવા આદરપૂર્ણ શબ્દોનો ઉપયોગ કર્યા વિના ફરીથી અને ફરીથી ‘દ્રૌપદી મુર્મુ’ બૂમો પાડી રહી હતી. ત્યારે ખોટી રીતે રાષ્ટ્રપતિનું નામ લેવાનો મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ફરી એકવાર લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સ્મૃતિ ઈરાનીને બિનશરતી માફી માંગવા વિનંતી કરી છે.
સ્પીકરને લખેલા પત્રમાં ચૌધરીએ શું લખ્યું ?
અધીર રંજને આ વખતે પોતાના પત્રમાં લખ્યું છે કે, “હું પુનરાવર્તિત કરવા માંગુ છું કે જીભ લપસી જવાને કારણે, અમારા માનનીય રાષ્ટ્રપતિ મેડમનું નામ બિનજરૂરી અને અયોગ્ય વિવાદમાં ખેંચાઈ ગયું હતું. આ અજાણતા ભૂલ થઈ છે કારણ કે હું હિન્દીમાં બહુ સારો નથી. મેં મારી ભૂલ બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને માનનીય રાષ્ટ્રપતિની માફી માંગી છે. પરંતુ હું એ પણ દર્શાવવા માંગુ છું કે જે રીતે શ્રીમતી સ્મૃતિ ઈરાની ગૃહમાં માનનીય રાષ્ટ્રપતિનું નામ લઈ રહ્યા હતા તે યોગ્ય ન હતું. તે માનનીય રાષ્ટ્રપતિ અથવા મેડમ અથવા શ્રીમતી જેવા આદરપૂર્ણ શબ્દોનો ઉપયોગ કર્યા વિના ફરીથી અને ફરીથી ‘દ્રૌપદી મુર્મુ’ બૂમો પાડી રહી હતી. તે માનનીય રાષ્ટ્રપતિનો દરજ્જો ઘટાડવા જેવો છે. તેથી, હું માંગ કરું છું કે હું શ્રીમતી સ્મૃતિ ઈરાનીને બિનશરતી માફી માંગવા માટે બોલાવવામાં આવે.