ડીસામાં મારવાડી લોહાણા સમાજ દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો
પાલનપુર, 30 ઓગસ્ટ 2024, ડીસામાં વસતા મારવાડી લોહાણા સમાજમાં એકતા જળવાય તેમજ યુવાનો વડીલો એકબીજાથી સુપેરે પરિચિત થાય તે હેતુથી સમાજની મહિલા મંડળની બહેનો દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ વખત ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન
ડીસામાં મારવાડી લોહાણા સમાજ ની મહિલા મંડળ દ્વારા શ્રાવણવાસ નિમિત્તે સમાજની વાડી ખાતે પ્રથમ વખત ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની નવી પેઢી વડીલોથી સુપરિચિત થાય તેમજ સામાજિક એકતા જળવાય, સંસ્કાર વધે અને સંબંધો સચવાય તે હેતુથી પ્રથમ વખત ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું સમાજના મહિલા મંડળના પ્રમુખ સંગીતાબેન ઠક્કરે જણાવ્યું હતું.
મદદરૂપ થતા યુવકોનું સન્માન પણ કરવામાં આવ્યું
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો બાળકો ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓએ ભજન રાસ ગરબા ગાઇને કાર્યક્રમની મજા માણી હતી. આ કાર્યક્રમમાં સામાજિક કાર્યમાં મદદરૂપ થતા યુવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો શ્રેષ્ઠીએ તન મન ધનથી ફાળો આપ્યો હતો તેમજ હવેથી દર માસે અગિયારસના દિવસે વાડી ખાતે અથવા કોઈ યજમાનના ઘરે આ રીતે ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવાનો નિર્ણય કરાયો હતો.
આ પણ વાંચોઃડીસા પાલનપુર હાઇવે પર 10 મહિના પહેલા ઢોળાયેલા ઓઇલના કારણે હજુ વાહનો સ્લીપ થાય છે