પાણીના પ્રવાહમાં બકરાં તણાઈ ના જાય એ માટે લોકોએ બતાવી જોરદાર એકતા, જૂઓ વીડિયો
રાજસ્થાન, 30 ઓગસ્ટ: ખરેખર માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. દરરોજ આપણે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના ફની, ડાન્સ કે મજાકના વીડિયો જોતા રહીએ છીએ, પરંતુ રાજસ્થાનના સિરોહી જિલ્લાના એક વીડિયોએ ઈન્ટરનેટ પર લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયો જોયા પછી તમે પણ કહેશો કે માનવતાથી મોટું કંઈ નથી.
વાસ્તવમાં બન્યું એવું કે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં મીરપુર નદીના જોરદાર પ્રવાહને કારણે મોટી સંખ્યામાં બકરીઓ તણાઈ જવાનો ભય હતો. આવી સ્થિતિમાં ગ્રામજનોએ બકરાઓને બચાવવાની જવાબદારી પોતાના માથે લીધી હતી. સેંકડો બકરીઓના ટોળાને બચાવવા માટે ગામલોકો ઝડપથી વહેતી નદીમાં માનવ સાંકળ બાંધીને ઉભા હતા. તમામ લોકોએ મળીને મુંગા પશુઓને ડૂબતા બચાવ્યા હતા.
જોરદાર પ્રવાહમાં ગ્રામજનો કૂદી પડ્યા
વીડિયોમાં તમે જોઈ શકશો કે નદીમાં કેટલા ગામલોકો મોટી સંખ્યામાં ઉભા છે. બધાએ સાથે મળીને બકરીઓની સાંકળ બનાવી છે અને એક પછી એક તેમને બહાર કાઢી રહ્યા છે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
View this post on Instagram
વપરાશકર્તાઓએ કરી ટિપ્પણી
આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું- આ તમામ યોદ્ધાઓને મારી સલામ. અન્ય એક યુઝરે લખ્યું છે – આ એક ખૂબ જ પ્રેરણાદાયી ઉદાહરણ છે, આ રીતે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સમાજ એકજૂટ રહે. ત્રીજા યુઝરે લખ્યું છે – સંગઠન જ સૌથી મોટુ છે. જે જેટલો વધુ સંગઠિત છે, તે તેટલો જ મજબૂત છે.
આ પણ વાંચો: શાળામાં ખતરનાક પ્રાણી ઘૂસતા છોકરાએ દેખાડી બહાદુરી: તેની પૂંછડી પકડીને બહાર કાઢ્યું, જૂઓ વીડિયો