Realmeના ચાહકો માટે ગુડ ન્યુઝ: Realme 13 5G સિરીઝ ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત
HD ન્યૂઝ ડેસ્ક, 30 ઓગસ્ટ: ભારતીય બજારમાં Realme કંપની ગરીબ લોકો માટે મસીહા સાબિત થઈ રહી છે. કારણ કે કંપની તેના મજબૂત ફીચર્સવાળા ફોનને ખૂબ જ ઓછી કિંમતે લોન્ચ કરતી રહે છે. હવે Realmeએ ભારતમાં તેની નવી સિરીઝ લોન્ચ કરી છે. Realme એ આજે તેના બે પાવર પેક્ડ પરફોર્મન્સ સ્માર્ટફોન Realme 13 5G અને Realme 13 Plus 5G લોન્ચ કર્યા છે. ફોનમાં શાનદાર પરફોર્મન્સ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ માટે ફોનમાં MediaTek 6300 ચિપસેટ આપવામાં આવી છે.
જો તમે ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એક શ્રેષ્ઠ સમય છે. Realme 13 5 અને Realme 13+ 5G ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં દમદાર ફીચર્સ પણ સામેલ છે. ફોનમાં 6.72 ઇંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે હશે. તેમજ પાવરફુલ MediaTek 6300 ચિપસેટ સપોર્ટ આપવામાં આવશે. ફોનમાં તમને 120Hz રિફ્રેશ મળશે, જે એક સરસ સ્મૂધ અનુભવ આપશે. ફોન સ્ટેનલેસ સ્ટીલ વેપર ચેમ્બર કૂલિંગ સાથે આવશે. ફોનને ફ્લિપકાર્ટ, રિયલમી વેબસાઇટની સાથે ઑફલાઇન સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. ફોનનું પ્રી-બુકિંગ 6ઠ્ઠી સપ્ટેમ્બર 2024થી વેચાણ માટે ઉપલબ્ધ થશે, જ્યારે પ્રી-બુકિંગ આજથી એટલે કે 29મી સપ્ટેમ્બર 2024થી શરૂ થશે. લોન્ચ ઓફરમાં ફોનને 1000 રૂપિયાના કેશબેક ઓફર સાથે ખરીદી શકાય છે. સાથે જ 3000 રૂપિયાનું મર્યાદિત કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે.
જાણો કિંમત વિશે
Realme 13 5G સ્માર્ટફોન ડાર્ક પર્પલ અને સ્પીડ ગ્રીન કલર ઓપ્શનમાં આવશે. તેના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે, જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે. ફોનને ફ્લિપકાર્ટ, રિયલમી વેબસાઇટની સાથે ઑફલાઇન સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. ફોનનું પ્રી-બુકિંગ 6ઠ્ઠી સપ્ટેમ્બર 2024થી વેચાણ માટે ઉપલબ્ધ થશે, જ્યારે પ્રી-બુકિંગ આજથી એટલે કે 29મી સપ્ટેમ્બર 2024થી શરૂ થશે. લોન્ચ ઓફરમાં ફોનને 1000 રૂપિયાના કેશબેક ઓફર સાથે ખરીદી શકાય છે. સાથે જ 3000 રૂપિયાનું મર્યાદિત કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. Realme 13 5G સ્માર્ટફોન ડાર્ક પર્પલ અને સ્પીડ ગ્રીન કલર ઓપ્શનમાં આવશે. તેના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે, જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે. Realme 13+ 5Gના 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 22,999 છે, જ્યારે તેના 8 GB રેમ અને 256 GB વેરિયન્ટની કિંમત રૂ. 24,999 છે. આ જ 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 26,999 રૂપિયામાં આવશે.
આ પણ વાંચો: હવે વૉટ્સએપને ટક્કર આપવા એલન મસ્ક તત્પર? X પર આવશે નવું ફીચર