ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

પેરિસ પેરાલિમ્પિક્સમાં શૂટર અવનીએ રચ્યો ઇતિહાસ: ગોલ્ડ મેડલ કર્યો પોતાના નામે

Text To Speech
  •  ભારતનું ખાતું ડબલ ધમાકા સાથે ખૂલ્યું, શૂટિંગમાં ગોલ્ડ અને બ્રેન્ઝ એકસાથે મળ્યા

પેરિસ, 30 ઓગસ્ટ: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનું ખાતું શાનદાર અંદાજમાં ખોલવામાં આવ્યું છે. ભારતને એકસાથે બે મેડલ મળ્યા છે. સ્ટાર પેરા શૂટર અવની લેખરાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે 10 મીટર એર રાઈફલ SH1 ફાઈનલ ઈવેન્ટમાં આ મેડલ પોતાના નામે કર્યો છે. જ્યારે મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય પેરા એથ્લિટ્સે પેરિસ પેરાલિમ્પિક્સમાં એક જ ઈવેન્ટમાં 2 મેડલ જીતીને શાનદાર ડેબ્યૂ કર્યું છે.

Avani Lekhara & Mona agarwal
Avani Lekhara & Mona agarwal

અવની લેખરાના નામે એક જ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતવાનો રેકોર્ડ

આ પહેલા અવની લેખરાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. અવની ક્વોલિફિકેશન રાઉન્ડમાં 625.8ના સ્કોર સાથે બીજા સ્થાને રહી હતી અને પેરાલિમ્પિક રેકોર્ડથી ચૂકી ગઈ હતી. તેનો સ્કોર પેરાલિમ્પિક રેકોર્ડ કરતાં માત્ર 0.2 પોઈન્ટ ઓછો હતો. જ્યારે મોના પાંચમા સ્થાને રહી હતી.

 

મહત્ત્વપૂર્ણ છે કે, અવની લેખરા જયપુરની રહેવાસી છે અને સ્ટાર પેરા શૂટર છે. તેના નામે એક જ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતવાનો રેકોર્ડ છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં તેણીએ 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે તેણીએ50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે પેરિસમાં મેડલ જીતવાની સાથે, તે હવે સતત 2 પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પેરા એથ્લિટ બની ગઈ છે.

અભિનવ બિન્દ્રા પાસેથી લીધી પ્રેરણા

12 વર્ષ પહેલા અવની લેખરાનો એક ભયાનક કાર અકસ્માત થયો હતો જેમાં તેના કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઈજાને કારણે તેમને શરીરના નીચેના ભાગમાં પેરાલિસિસ થઈ ગયો હતો પરંતુ તેમણે હાર ન માની. અભિનવ બિન્દ્રાની આત્મકથામાંથી પ્રેરણા લઈને તેમણે શૂટિંગની પ્રેક્ટિસ શરૂ કરી અને હવે સતત 2 પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે.

આ પણ જૂઓ: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ પહોંચી ભારત, આ તારીખે રમાશે ટેસ્ટ મેચ

Back to top button