ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

બેલી ફેટ દેખાતું હોય તો બ્લોટિંગ પણ હોઈ શકે છે જવાબદાર, જાણો ઉપાય

  • અચાનક બેલી ફેટ વધી ગયું હોય તેવો અહેસાસ થાય તો તે સ્થૂળતા નથી, તે બ્લોટિંગની સમસ્યા પણ હોઈ શકે છે. કેમ થાય છે બ્લોટિંગ, શું છે તેના ઉપાયો, જાણો તેના વિશે બધું જ

HD ન્યુઝ ડેસ્કઃ શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે જે જીન્સ ગઈ કાલે એકદમ ફીટ હતું તે આજે ટાઈટ થઈ ગયું છે? અચાનક તમારી બેલી ફેટ વધી ગઈ હોય એવો અહેસાસ થાય? જ્યારે આવું થાય છે, ત્યારે આપણે તરત જ વજન વધવાની ફરિયાદ કરવાનું શરૂ કરીએ છીએ, પરંતુ એ સમજવું જરૂરી છે કે સ્થૂળતા એક દિવસમાં એટલી વધી શકતી નથી. કપડાં રાતોરાત ટાઈટ થવાનું કારણ તમારું વધેલું વજન નહીં પણ બ્લોટિંગ એટલે કે પેટનું ફૂલવું હોઈ શકે છે. પેટનું ફૂલવું એ સમસ્યા કાયમી અને અસ્થાયી બંને હોઈ શકે છે. આમ તો તે પાચન તંત્ર સાથે જોડાયેલું છે, કેટલીકવાર તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની પણ હોઈ શકે છે. બ્લોટિંગ કે પેટના ફુલવાનું કારણ પેટનો સોજો પણ હોઈ શકે છે. તેનું મુખ્ય કારણ આંતરડામાં વધુ પડતો ગેસ બનવો તે પણ છે. જમ્યા પછી પેટનું ફૂલવું પાચન તંત્રને લગતી સમસ્યાઓને કારણે થાય છે. કેટલીકવાર આ સમસ્યા ખોરાક સંબંધિત ભૂલોને કારણે પણ થઈ શકે છે, જેમ કે વધુ પડતું ખાવું, ખૂબ ઝડપથી ખાવું, ખોરાકને યોગ્ય રીતે પચાવી ન શકવો. બ્લોટિંગ માટે ઘણા ગંભીર કારણો હોઈ શકે છે, જેમાં કેન્સરથી લઈને ખોરાકની એલર્જીનો સમાવેશ થાય છે.

જો બ્લોટિંગની સમસ્યા અસ્થાયી હોય તો તે થોડા સમયમાં ઠીક થઈ જાય છે, પરંતુ જો બ્લોટિંગ વારંવાર થતું હોય અને લાંબા સમય સુધી ચાલુ રહે તો તેને સિરિયસલી લો. બ્લોટિંગનું સૌથી પહેલું લક્ષણ છે પેટનું ફૂલવું. આ સિવાય અન્ય ઘણા લક્ષણો હોઈ શકે છે, જેમ કે પેટ જકડાઈ જવું કે પેટમાં દબાણનો અનુભવ થવો. ક્યારેક પેટમાં દુખાવો અને સોજો પણ થઈ શકે છે. બ્લોટિંગ થાય ત્યારે આપણને એવું લાગે છે કે આપણે ખૂબ જ ખાધું છે. 10 થી 25 ટકા સ્વસ્થ લોકોને નિયમિતપણે બ્લોટિંગની સમસ્યા હોય છે. 75 ટકા લોકોમાં આ રોગના લક્ષણો હળવાથી લઈને ગંભીર હોય છે, જ્યારે 10 ટકા લોકોને નિયમિતપણે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ઈરીટેબલ બોવેલ સિન્ડ્રોમથી પીડિત 90% લોકોને બ્લોટિંગની સમસ્યા હોય છે, જ્યારે 75% સ્ત્રીઓ તેમના પીરિયડ્સ પહેલા અને તે દરમિયાન બ્લોટિંગથી પીડાય છે.

બેલી ફેટ દેખાતું હોય તો બ્લોટિંગ પણ હોઈ શકે છે જવાબદાર, જાણો ઉપાય hum dekhenge news

જાણો મેદસ્વીતા અને બ્લોટિંગનો ફર્ક

બ્લોટિંગના કારણે, લોકો ઘણીવાર ટાઈટ ફિટિંગવાળા કપડાં પહેરી શકતા નથી, તેથી એવું અનુભવાય છે કે તેઓ જાડા થઈ ગયા છે, પરંતુ મેદસ્વીતા અને બ્લોટિંગને કોઈ સંબંધ નથી. સ્થૂળતા વધુ કાયમી છે, જેમાં શરીરમાં ચરબીના સ્તરો જમા થાય છે. તો પેટનું ફૂલવું ફક્ત પેટમાં જ થાય છે અને તેના કારણે કમરનો ઘેરાવો થોડા ઇંચ વધી શકે છે, પરંતુ તેના કોઈ પુરાવા નથી કે તેનાથી વજન વધે છે.

કેમ થાય છે બ્લોટિંગ?

  • ફૂડ ઈન્ટોલરન્સ એટલે કે જ્યારે આપણું શરીર અમુક ખાદ્ય પદાર્થો પચવામાં અસમર્થ હોય છે, ત્યારે બ્લોટિંગ થાય છે.
  • ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમમાં આંતરડામાં રહેલા બેક્ટેરિયા અત્યંત સંવેદનશીલ બની જાય છે, જે પેટ ફૂલવાની સમસ્યા તરફ દોરી જાય છે.
  • ઘણી વખત પેટ ફૂલવાની સમસ્યા કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે, જે ક્યારેક કિડની અને લીવરના નુકસાન કે કેન્સર સુધી પણ દોરી શકે છે.
  • હોર્મોન્સ અસંતુલન આપણા પાચનતંત્રને અસર કરે છે. હોર્મોન અસંતુલનથી પીડાતા લોકો ઘણીવાર પેટ ફૂલવાનો શિકાર બને છે.
  • પેટ ફૂલવાના મુખ્ય કારણ પાચન તંત્રની ગરબડ છે. ખોરાક ખાધા પછી, નાના આંતરડામાં વધુ પડતા ગેસના નિર્માણને કારણે પેટ ફૂલવાની સમસ્યા ઘણીવાર થાય છે.
  • ઘણી સ્ત્રીઓ તેમના પીરિયડ્સ પહેલા અથવા દરમિયાન પેટ ફૂલે છે.
  • કબજિયાત, શરીરમાં પાણીની કમી, ફાઇબરનું ઓછું પ્રમાણ, પાચનતંત્ર યોગ્ય રીતે કામ ન કરે અથવા તો કોઈ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાને કારણે બ્લોટિંગ થઈ શકે છે.
  • જ્યારે આપણે જમતા હોય ત્યારે વધુ પડતી હવા અન્નનળીમાં જાય છે, તેને એરોફેગિયા કહેવાય છે. એરોફેગિયા બ્લોટિંગનું કારણ બને છે. ઝડપથી ખોરાક ખાવાથી, ચ્યુઈંગગમ ચાવવાથી અને ઠંડા પીણાનું સેવન કરવાથી આપણે મોટી માત્રામાં હવા ગળીએ છીએ.

બેલી ફેટ દેખાતું હોય તો બ્લોટિંગ પણ હોઈ શકે છે જવાબદાર, જાણો ઉપાય hum dekhenge news

આ રીતે બ્લોટિંગને હરાવો

પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે પૂરતી માત્રામાં ફાઈબરનું સેવન કરો. હેલ્થ જર્નલ નેચરમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, મહિલાઓ માટે દરરોજ 25-30 ગ્રામ અને પુરુષો માટે 35-40 ગ્રામ ફાઇબરનું સેવન કરવું હેલ્ધી છે. ફાઇબર માટે શક્ય હોય તેટલા ફળો શાકભાજી અને આખા અનાજનું સેવન કરો.

  • એક જ સમયે વધુ પડતો ખોરાક ખાવાનું ટાળો. આમ કરવાથી પેટ ફુલે છે, જેના કારણે તેમાં હવા ભરાય છે.
  • શરીરમાં પાણીની ઉણપ પાચનતંત્ર પર નકારાત્મક અસર કરે છે અને બ્લોટિંગનું કારણ બને છે. તેથી, દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવો. જો તમને બ્લોટિંગની તકલીફ હોય તો જમતી વખતે પાણી ન પીવો. ભોજન કર્યાના એક કલાક પછી પાણી પીવો.
  • ચરબી, મીઠું અને રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ ખૂબ મર્યાદિત માત્રામાં લો. મીઠાના કારણે શરીરમાં પાણી જમા થાય છે, જેનાથી પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. ચરબી અને શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સને પચવામાં વધુ સમય લાગે છે, જેનાથી વધુ ગેસ બનવાનો અને બ્લોટિંગનો ખતરો રહે છે.
  • સ્વસ્થ રહેવા અને પાચનતંત્રને હેલ્ધી રાખવા શિસ્તબદ્ધ જીવન જીવવું મહત્ત્વપૂર્ણ છે. જો તમે અવ્યવસ્થિત જીવન જીવો છો તો તમારી જીવનશૈલીમાં બદલાવ લાવો. પુષ્કળ ઊંઘ લો. સુવાના અને જાગવાના સમય નિશ્ચિત કરો. પૌષ્ટિક અને સંતુલિત ખોરાક ખાવાની સાથે એ પણ ધ્યાનમાં રાખો કે તમે દરરોજ એક નિશ્ચિત સમયે ખોરાક લો. શારીરિક રીતે પણ સક્રિય રહો. તણાવથી દૂર રહો.
  • શારીરિક રીતે સક્રિય રહેવાથી શરીરમાં પાણી ઓછું જમા થાય છે અને પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ તમારી પસંદગીની કોઈપણ કસરત કરો. જમ્યા પછી થોડી વાર ચાલો. ઓફિસમાં પણ સતત બેસી ન રહો.

બેલી ફેટ દેખાતું હોય તો બ્લોટિંગ પણ હોઈ શકે છે જવાબદાર, જાણો ઉપાય hum dekhenge news

બ્લોટિંગને હરાવવા માટે આ વસ્તુઓનું સેવન કરો

કેટલાક એવા ખોરાક છે જે આપણને બ્લોટિંગથી બચાવે છે. જો બ્લોટિંગથી પીડાતા લોકો આ ખોરાકને નિયમિતપણે તેમના આહારનો ભાગ બનાવે છે, તો તેમને આ સમસ્યાથી રાહત મળશે

પાઈનેપલ

પાઈનેપલમાં વિટામિન બી, સી અને મેંગેનીઝ સારી માત્રામાં મળી આવે છે, આ ઉપરાંત તેમાં બ્રોમેલેન નામનું એન્ઝાઇમ પણ હોય છે, જે પાચન પ્રક્રિયાને સુધારે છે અને બ્લોટિંગથી રાહત આપે છે.

દહીં

દહીંમાં રહેલા બેક્ટેરિયા પાચનતંત્રને બહેતર બનાવે છે. દહીંના નિયમિત સેવનથી બ્લોટિંગ અને ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમના લક્ષણો દૂર થાય છે.

હળદર

હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે સોજો ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે. તે આપણા આંતરડાને સ્વસ્થ રાખે છે અને ઈરિયેબલ બોવેલ સિન્ડ્રોમ, ગેસ, કબજિયાત અને બ્લોટિંગ જેવા લક્ષણોથી રાહત આપે છે.

આદુ

આદુ પાચનમાં સુધારો કરે છે અને બ્લોટિંગમાં રાહત આપે છે.

પપૈયા

પપૈયામાં પપૈન એન્ઝાઇમ અને ફાઈબર પણ હોય છે, જે પાચન પ્રક્રિયાને સુધારે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે.

ગ્રીન ટી

ગ્રીન ટી શરીરને ભેજ પ્રદાન કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ફ્રી રેડિકલને ઘટાડે છે, જેનાથી સોજો ઘટે છે.

આ પણ વાંચોઃ સવારે ખાલી પેટે ખાશો પપૈયું તો થશે અનેક ફાયદા, પાચન પણ સુઘરશે

Back to top button