ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

શાળામાં ખતરનાક પ્રાણી ઘૂસતા છોકરાએ દેખાડી બહાદુરી: તેની પૂંછડી પકડીને બહાર કાઢ્યું, જૂઓ વીડિયો

Text To Speech
  • ક્લાસરૂમમાં ખતરનાક પ્રાણીને જોઈને તમામ વિદ્યાર્થીઓ ડરી ગયા અને ચીસો પાડવા લાગ્યા

HD ન્યૂઝ ડેસ્ક, 30 ઓગસ્ટ: કલ્પના કરો કે તમે શાળાએ ગયા છો અને ક્લાસમાં પ્રવેશતા જ તમને ત્યાં એક ખૂબ જ ખતરનાક પ્રાણી દેખાય છે. તો સ્વાભાવિક છે કે આવા જીવને જોતાં જ ડરી જશો. તેને જોતાની સાથે જ આખી સ્કૂલમાં ગભરાટ ફેલાઈ જશે અને લોકો પોતાની છુપાવવાની જગ્યા શોધવા લાગશે. પરંતુ આ દિવસોમાં એવા છોકરાનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો કે, આ છોકરામાં કોઈ ડર નથી. હકીકતમાં, વીડિયોમાં છોકરો તેની સ્કૂલમાંથી એક ખતરનાક પ્રાણીને તેની પૂંછડી પકડીને બહાર કાઢતો જોવા મળે છે.

જૂઓ આ વાયરલ વીડિયો

 

બહાદુર છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વીડિયોમાં જોવા મળે છે કે, એક વિદ્યાર્થી સ્કૂલની અંદરથી ખતરનાક પ્રાણીની પૂંછડી બહાર કાઢતો જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીને આ ખતરનાક પ્રાણીને હટાવતા જોઈ અન્ય વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઈ ગયો. દરેક વિદ્યાર્થી ચીસો પાડતા જોવા મળે છે. તે જ સમયે, આ વિદ્યાર્થી તે ખતરનાક પ્રાણીને ખૂબ જ ઝડપી ગતિએ શાળાની બહાર ખેંચીને લઈ જતો જોવા મળે છે. તે વિદ્યાર્થીની પાછળ અન્ય એક વિદ્યાર્થી પણ દોડી રહ્યો છે.

વીડિયો પર લોકોએ શું આપી પ્રતિક્રિયા?

ઈન્સ્ટાગ્રામ પર @safalbanoge નામના પેજ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈને લાઇક કરી ચૂક્યા છે. આ વીડિયો પર મોટી સંખ્યામાં લોકોએ કોમેન્ટ પણ કરી છે. જ્યાં ઘણા યુઝર્સે કમેન્ટ કરી કે, “આવા કારનામાંઓને કારણે જ મહિલાઓ પુરૂષો કરતા વધુ જીવે છે.” જ્યારે અન્ય કેટલાક લોકોએ છોકરાની બહાદુરીના વખાણ કર્યા અને લખ્યું કે, “ભાઈએ શું બહાદુરી દેખાડી છે.” તે જ સમયે, કેટલાક અન્ય લોકોએ કહ્યું કે, “આટલું જોખમ લેવું કોઈ પણ વ્યક્તિ માટે શક્ય નથી.

આ પણ જૂઓ: શું તમે બજારમાં વેચાતું મેંગો જ્યુસ પીવો છો? તો આ જ્યુસ બનાવવાની પ્રક્રિયા કરી દેશે દંગ, જૂઓ વીડિયો

Back to top button