ગુજરાતટ્રેન્ડિંગ

શું તમે જાણો છો, ગુજરાતનું પેક્ડ સ્નેક્સનું માર્કેટ અંદાજે રૂ.10,000-12,000 કરોડનું છે

  • ગુજરાતમાં વેર્ફ્સનું ઉત્પાદન કરતી કંપનીઓ વધુ છે અને અહીંથી દેશભરમાં સપ્લાય થાય છે
  • આ મહિના દરમિયાન બટાકા વેફર, કેળા વેફર, ફરાળી ચેવડો, સાબુદાણા સહિતના ફરાળી નાસ્તાનું વેચાણ વધ્યુ
  • દેશમાં સ્નેક્સ માર્કેટ આશરે રૂ.60,000 કરોડનું છે, જેમાં ગુજરાતનો શેર 20% આસપાસ

શું તમે જાણો છો, ગુજરાતનું પેક્ડ સ્નેક્સનું માર્કેટ અંદાજે રૂ.10,000-12,000 કરોડનું છે. જેમાં આ વખતે શ્રાવણમાસમાં ગુજરાતીઓ 500 કરોડનો ફરાળી નાસ્તો આરોગી ગયા છે. બટાકા, કેળા વેફર્સ, ચેવડો, સાબુદાણાની ફરાળી આઈટમોનું વેચાણ બમણાથી પણ વધુ થયુ છે. દેશમાં સ્નેક્સ માર્કેટ આશરે રૂ.60,000 કરોડનું છે, જેમાં ગુજરાતનો શેર 20% આસપાસ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચાર દિવસમાં સૌથી વધારે 40 ઈંચ વરસાદ આ વિસ્તારમાં પડ્યો 

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો ઉપવાસ-એકટાણા વધારે કરતા હોય છે

ગુજરાતનું પેક્ડ સ્નેક્સનું માર્કેટ અંદાજે રૂ.10,000-12,000 કરોડનું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો ઉપવાસ-એકટાણા વધારે કરતા હોય છે. આ જ કારણે આ મહિના દરમિયાન બટાકા વેફર, કેળા વેફર, ફરાળી ચેવડો, સાબુદાણા સહિતના ફરાળી નાસ્તાનું વેચાણ વધી જાય છે. પેક્ડ નાસ્તાના બનાવતી અગ્રણી કંપનીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં શ્રાવણ મહિના દરમિયાન અંદાજે રૂ.400-500 કરોડના લૂઝ અને પેક્ડ ફરાળી નાસ્તાનું વેચાણ થઇ જવાનો અંદાજ છે. ભારતમાં સ્નેક્સ માર્કેટ આશરે રૂ.60,000 કરોડનું છે. જેમાં ગુજરાતનો શેર 20% આસપાસ હોવાનું જાણકારો માને છે.

ગુજરાતમાં વેર્ફ્સનું ઉત્પાદન કરતી કંપનીઓ વધુ છે અને અહીંથી દેશભરમાં સપ્લાય થાય છે

ગુજરાતમાં વેર્ફ્સનું ઉત્પાદન કરતી કંપનીઓ વધુ છે અને અહીંથી દેશભરમાં સપ્લાય થાય છે. શ્રાવણ મહિનો હોવાથી ફરાળી નાસ્તાની માગ વધી છે અને તેને ધ્યાનમાં રાખી ઉત્પાદકોએ 20-30% સ્ટોક પણ વધારી દીધો છે. આ મહિનામાં ફરાળી આઈટમોમાં ખાસ કરીને બટાકા વેર્ફ્સની માગ સૌથી વધુ રહે છે. આ ઉપરાંત ફરાળી ચેવડો પણ વધુ ખવાય છે. સામાન્ય દિવસોની સરખામણીએ વેફરનું વેચાણ અંદાજે ત્રણ ગણું અને ચેવડાની માગ બમણી થઇ છે. દુકાનોમાં મળતી લુઝ તેમજ પેક્ડ મળીને અંદાજે રૂ.400-500 કરોડની ફરાળી વસ્તુઓનું વેચાણ આ મહિનામાં થઇ જશે. આ સાથે જ શ્રાવણ દરમિયાન રૂ. 30-40ના મોટા પેકનું વેચાણ વધુ થયું છે જયારે સામાન્ય દિવસોમાં રૂ. 10ના પેકિંગનું વેચાણ વધુ રહે છે. શ્રાવણ મહિનો આવે એટલે ફરાળી નાસ્તાની માગ વધશે તેનો અંદાજ પહેલાથી જ હોય છે. આથી મોટી બ્રાંડ હોય કે પછી નાના દુકાનદાર, દરેક લોકો માગને પહોચી વળવા માટે આગોતરા તૈયારી રૂપે 20-30% વધારે સ્ટોક્સ કરી રાખે છે. ડિસ્ટ્રિબ્યૂટર્સ અને રિટેલર્સ પણ એડવાન્સમાં ઓર્ડર બૂક કરાવી દે છે. બીજી તરફ્ બિન ફરાળી નાસ્તાનું વેચાણમાં માસિક ધોરણે વધઘટ થતી હોય તે આ મહિના દરમિયાન સ્થિર રહે છે. સારી માગ હોવા છતાં પેક્ડ નાસ્તાના ભાવમાં કોઈ વધારો થયો નથી.

Back to top button