ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પુરુલિયા હથિયાર કાંડનો માસ્ટરમાઈન્ડ નહીં આવે ભારત: ડેનમાર્કની કોર્ટમાં અપીલ નામંજૂર

Text To Speech

નવી દિલ્હી, 30 ઓગસ્ટઃ પુરુલિયા હથિયાર કાંડનો માસ્ટરમાઇન્ડ નીલ્સ હોલ્ક ફરી ક્યારેય ભારત નહીં આવે. ડેનમાર્ક કોર્ટે હોલ્કના પ્રત્યાર્પણ અંગેની ભારત સરકારની અપીલને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, “હોલ્કને ભારતમાં ત્રાસનો સામનો કરવો પડશે.” કોર્ટનો આ આદેશ ડેનમાર્કની ટોચની પ્રોસીક્યુટીંગ ઓથોરિટી વિરુદ્ધ છે જેણે નીલ્સને વિદેશ મોકલવા માટે લીલીઝંડી આપી હતી. હોલ્કે 1995માં પશ્ચિમ બંગાળના પુરુલિયામાં એક એરક્રાફ્ટમાંથી મોટી માત્રામાં શસ્ત્રો ફેંક્યાની કબૂલાત કરી છે.

 

જીવને જોખમ: નીલ્સ હોલ્ક

ડેનિશ કોર્ટે કહ્યું કે, ભારત દ્વારા અપાયેલી વધારાની રાજદ્વારી બાંયધરી હોવા છતાં, એ જોખમ છે કે હોલ્કને ભારતમાં ત્રાસ અથવા અન્ય અમાનવીય વ્યવહારનો સામનો કરવો પડશે. 62 વર્ષીય હોલ્કે કહ્યું હતું કે, તેને ડર છે કે જો તેનું પ્રત્યાર્પણ કરવામાં આવશે તો તેનો જીવ જોખમમાં આવી શકે છે. ચુકાદો જાહેર થતા પહેલા હોલ્કે  ગુરુવારે સવારે ડેનિશ રેડિયો ડીઆરને કહ્યું કે, “હું ન્યાયાધીશની સામે જવાબદાર ઠેરવવામાં આવીશ, કારણ કે હું માનું છું કે આ એક ન્યાયસંગત આપાત સ્થિતિ છે.”

 હોલ્ક થઈ ગયો હતો ફરાર

પુરુલિયામાં શસ્ત્રો ફેંકાયા બાદ ભારતીય સત્તાવાળાઓ દ્વારા એક બ્રિટિશ નાગરિક અને પાંચ લાતવિયાઈ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હોલ્ક નાસી છૂટ્યો હતો. ભારતે સૌપ્રથમ ડેનમાર્કને 2002માં હોલ્કના પ્રત્યાર્પણ માટે કહ્યું હતું. સરકાર સંમત થઈ હતી, પરંતુ બે ડેનિશ અદાલતોએ તેના પ્રત્યાર્પણને નકારી કાઢ્યું હતું અને કહ્યું હતું કે, તેને ભારતમાં ત્રાસ અથવા અન્ય અમાનવીય વર્તનનું જોખમ રહેશે. જૂન 2023માં, ડેનમાર્કે ફરીથી ભારતની પ્રત્યાર્પણ વિનંતી પર ધ્યાન આપ્યું અને કહ્યું કે, પ્રત્યાર્પણ કાયદાની જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે કોર્ટે નીલ્સ હોકને મોટી રાહત આપી છે.

આ પણ જૂઓ: ઈરાનના વિનાશ માટે અમેરિકાએ કયા ગુપ્ત મથક પર કઈ વિનાશક વસ્તુઓનો કર્યો છે સંગ્રહ? 

Back to top button