ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અરબી સમુદ્રમાં બની રહ્યું છે ‘અસના’ વાવાઝોડું, એલર્ટ જારી કરવામાં આવ્યું

Text To Speech
  • અસના ચક્રવાત આજે અરબી સમુદ્ર ઉપરથી ઓમાન તટ તરફ આગળ વધવાની સંભાવના

નવી દિલ્હી, 30 ઓગસ્ટ: ઓગસ્ટ મહિનામાં ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ચક્રવાત સર્જાવા જઈ રહ્યું છે. આ ચક્રવાત આજે શુક્રવારે અરબી સમુદ્ર ઉપરથી ઓમાન તટ તરફ આગળ વધવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, શુક્રવારે અરબી સમુદ્રમાં એક અસામાન્ય ચક્રવાત બનવા જઈ રહ્યું છે. IMDએ ચક્રવાત અસનાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. અસના નામનું ચક્રવાત 1976 પછી ઓગસ્ટમાં તેના પ્રકારનું પહેલું હશે. તે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાંથી ઓમાનના દરિયાકાંઠે આગળ વધે તેવી શક્યતા છે. IMD અનુસાર, આ ચક્રવાતી વાવાઝોડું ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ ઓમાનના કિનારા તરફ આગળ વધશે. ચક્રવાતનું નામ “અસના” રાખવામાં આવશે, જેનું નામ પાકિસ્તાને સૂચવ્યું છે.

દુર્લભ ચક્રવાત: હવામાન વિભાગ

હવામાન વિભાગે કહ્યું કે, 1976 પછી ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં સર્જાતું આ પહેલું ચક્રવાતી તોફાન હશે. IMDએ જણાવ્યું હતું કે, “ઓગસ્ટ મહિનામાં અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાનનો વિકાસ એક દુર્લભ પ્રવૃત્તિ છે. 1944નું ચક્રવાત પણ અરબી સમુદ્રમાં ઉદભવ્યા પછી તીવ્ર બન્યું હતું અને બાદમાં મધ્ય મહાસાગરમાં નબળું પડ્યું હતું. 1964માં, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક નાનું ચક્રવાત વિકસિત થયું અને દરિયાકાંઠાની નજીક નબળું પડ્યું. એ જ રીતે, છેલ્લા 132 વર્ષો દરમિયાન બંગાળની ખાડીમાં ઓગસ્ટ મહિનામાં આવી કુલ 28 સિસ્ટમો બની છે.”

સામાન્ય કરતાં વધુ વરસાદ

IMDના એક વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, વર્તમાન વાવાઝોડાની અસામાન્ય બાબત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેની તીવ્રતા એટલી જ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પરના ડીપ ડિપ્રેશનને કારણે પ્રદેશમાં ભારે વરસાદ થયો છે. IMDના ડેટા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં આ વર્ષે 1 જૂનથી 29 ઓગસ્ટ વચ્ચે 799 mm વરસાદ નોંધાયો છે, જો કે સમાન સમયગાળા દરમિયાન સામાન્ય 430.6 mm વરસાદ વરસે છે. આ સમયગાળા દરમિયાન સામાન્ય કરતાં 86 ટકા વધુ વરસાદ થયો હતો.

આ પણ જૂઓ: હરિયાણામાંચૂંટણી પૂર્વે EDની મોટી કાર્યવાહી, રૂ.834 કરોડની મિલકત જપ્ત કરી

Back to top button