ગુજરાતના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે ટેલિકોમ વિભાગે લીધો આ નિર્ણય, જાણો
- સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી
ગાંધીનગર, 29 ઓગસ્ટ: સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી છે. ત્યારે આજે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન ગુજરાતના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે ટેલિકોમ વિભાગે મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત જો કોઇની સબ્સ્ક્રાઇબ કરેલી ટેલિકોમ સેવાઓ બંધ હોય, તો તેઓ હવે 30 ઓગસ્ટ,2024, 11:59 PM સુધી કોઈપણ ટેલિકોમ ઓપરેટરના નેટવર્કનો ઉપયોગ કરી શકો છે.
ગુજરાતના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે ટેલિકોમ વિભાગે લીધો નિર્ણય!
જો તમારી સબ્સ્ક્રાઇબ કરેલી ટેલિકોમ સેવાઓ બંધ હોય, તો તમે હવે 30 ઓગસ્ટ,2024, 11:59 PM સુધી કોઈપણ ટેલિકોમ ઓપરેટરના નેટવર્કનો ઉપયોગ કરી શકો છો..@Guj_LSA_DoT_MoC @DoT_India https://t.co/fLnwE2qMnz
— PIB in Gujarat 🇮🇳 (@PIBAhmedabad) August 29, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ અને પૂરને કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી છે. આ પૂરને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. CM ભૂપેન્દ્ર પટેલ થોડીવારમાં જામનગર જવા રવાના થશે. સાંજે ૪ વાગ્યા આસપાસ જામનગરમાં અને ૫ વાગ્યા આસપાસ ખંભાળિયામાં બેઠક બાદ દ્વારકા સહિતનાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.
આ પણ વાંચો: આજે વરસાદનું જોર ઘટ્યું, રાજ્યના પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 35 મેડિકલ ટીમ મોકલાઈ