ટ્રેન્ડિંગમનોરંજન

પેરેન્ટ્સ બન્યા બાદ કરોડોના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે દીપિકા-રણવીર

Text To Speech
  • કપલના નવા આલીશાન ઘરનો વીડિયો વાયરલ થયો છે, ત્યારથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે દીપિકા-રણવીર આ આલીશાન ઘરમાં તેમના પહેલા બાળકનું સ્વાગત કરશે

29 ઓગસ્ટ, મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સપ્ટેમ્બરમાં પોતાના પહેલા બાળકને જન્મ આપશે. અભિનેત્રીના ચાહકો પણ આ સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, કપલના નવા આલીશાન ઘરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે દીપિકા-રણવીર આ આલીશાન ઘરમાં તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે.

નવા ઘરમાં શિફ્ટ થશે દીપિકા-રણવીર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલનું નવું એપાર્ટમેન્ટ શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’ની એકદમ નજીક છે અને તે મુંબઈના સૌથી પોશ અને મોંઘા વિસ્તારમાં છે. આ બિલ્ડિંગની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ છે. રણવીર અને દીપિકાએ બે વર્ષ પહેલા આ બિલ્ડિંગમાં એક એપાર્ટમેન્ટ બુક કરાવ્યું હતું. ત્યારથી તેમાં કામ ચાલી રહ્યું હતું, પરંતુ હવે અભિનેત્રી સપ્ટેમ્બરમાં પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે કપલ તેમના બાળકનું નવા ઘરમાં સ્વાગત કરશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કપલના આલીશાન ઘરનો વીડિયો વાયરલ

કપલનું આ આલીશાન ઘર 11,266 વર્ગ ફુટ અને 1300 વર્ગ ફુટના ટેરેસ વાળું છે. આ બિલ્ડિંગના ચાર માળમાં 16થી 19 સુધી ફ્લેટ સામેલ છે. આવા સંજોગોમાં હવે આ આલીશાન ઘરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક યુઝર્સ કપલને તેમના નવા ઘર માટે શુભેચ્છાઓ આપી રહ્યા છે. કોઈ મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા સાથે કમ્પેર કરી રહ્યું છે, તો કોઈ પૂછી રહ્યું છે કે શું આ આખુ બિલ્ડિંગ તેમનું છે, તો કોઈ કહે છે SRKના પાડોશી.

આ પણ વાંચોઃ મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં ખળભળાટઃ અભિનેતા-નેતા સહિત અનેક વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ

Back to top button