નોર્વેનાં રાજદૂતે ભારત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા હિન્દીમાં સંદેશો આપ્યોઃ જૂઓ વીડિયો
HD ન્યૂઝ ડેસ્ક – 29 ઑગસ્ટ : ભારતમાં નોર્વેનાં રાજદૂત મે-એલિન સ્ટેનરે ભારતમાં પોસ્ટિંગનું એક વર્ષ પૂર્ણ કર્યું છે અને હિન્દીમાં લાગણીશીલ પોસ્ટ શેર કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. તેમણે પોતાનો મનપસંદ ભારતીય પોશાક સાડી પહેરીને ભારત વિશે પોતાના વિચારો શેર કર્યા છે. આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે, સ્ટેનરે તેના એક્સ-હેન્ડલ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમએ ભારત પરના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. (જૂઓ વીડિયો)
आज भारत में नॉर्वे के राजदूत के रूप में मेरा एक वर्ष पूरा हो गया है।
I’m thrilled by the strides we’ve made in🇳🇴🇮🇳 relations as I also immerse into #IncredibleIndia!
Do watch📸❤️
धन्यवाद भारत!@rashtrapatibhvn @PMOIndia @MEAIndia @DrSJaishankar @NorwayMFA @EspenBarthEide pic.twitter.com/R4IPb6qpVe
— Ambassador May-Elin Stener (@NorwayAmbIndia) August 29, 2024
તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કયા ભારતીય નોર્વેની મુલાકાત લે એવું ઈચ્છે છે? ત્યારે રાજદૂતે કહ્યું કે “તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી.” “જ્યારે મેં બેંગ્લોરમાં કોંગ્સબર્ગ ડિજિટલની મુલાકાત લીધી, અને નોર્વેની એક કંપની માટે કામ કરતા તમામ યુવા સક્ષમ ભારતીયોને જોયા અને પછી, અમે ભારત સાથે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવાના પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કર્યું”
ઈન્ટરવ્યૂમાં તેમને ભારત વિશે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા. જે સાંભળવું રસપ્રદ છે. ભારતમાં તેમણે સૌથી વધુ ગમતું શહેર જયપુર છે; જો કે, એ પણ ઉમેર્યું હતું કે “ઘણું બધું છે” જે લોકોને ગમે તેવું છે. વાત કરતા જાણવા મળ્યું કે તેઓ બોલિવૂડ ફિલ્મો જોવાના અને ગીતો સાંભળવાના શોખીન છે. જેમાં તેમનો ફેવરિટ ડાયલોગ છે, ‘પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત’ ફેવરિટ અટાયર સાડી છે. ભારતમાં ઉજવવામાં આવતા આટલા બધા તહેવારોમાં દીવાનો તહેવાર દિવાળી સૌથી વધારે પસંદ છે.
સ્ટેનરે જણાવ્યું હતું. ભારતમાં નોર્વેના નવા રાજદૂતે ગયા વર્ષે ઓગસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેના ઓળખપત્રો રજૂ કર્યા હતા અને કહ્યું હતું કે તે ભારતના વિવિધ પાસાંઓમાં પોતાની જાતને સંમિલિત કરવા માટે આતુર છે. પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ભારત અને નોર્વેના સંબંધોમાં અમે જે પ્રગતિ કરી છે તેનાથી હું રોમાંચિત છું કારણ કે હું પણ #IncredibleIndia માં તલ્લીન થવા માંગુ છું!
આ પણ વાંચો : મદરેસામાંથી નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ! મૌલવી, માસ્ટરમાઇન્ડ સહિત 4ની ધરપકડ