મદરેસામાંથી નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ! મૌલવી, માસ્ટરમાઇન્ડ સહિત 4ની ધરપકડ
- અધિકારીઓએ ઘટનાસ્થળેથી 1,300 નકલી 100 રૂપિયાની નોટો, પ્રિન્ટેડ નકલી ચલણી નોટના 234 પેજ, કાગળના 3 બંડલ સહિતની વસ્તુઓ જપ્ત કરી
પ્રયાગરાજ, 29 ઓગસ્ટ: ઉત્તર પ્રદેશની પ્રયાગરાજ પોલીસે શહેરના એક મદરેસામાં ચાલતા નકલી ચલણી નોટના રેકેટનો 28 ઓગસ્ટના રોજ બુધવારે પર્દાફાશ કર્યો હતો, જેના પગલે મદરેસાના પ્રિન્સિપાલ મોહમ્મદ તફસીરુલ, માસ્ટરમાઇન્ડ ઝહીર ખાન ઉર્ફે અબ્દુલ ઝહીર, અન્ય બે વિદ્યાર્થીઓ એવા મોહમ્મદ અફઝલ અને મોહમ્મદ શાહિદની ધરપકડ કરવામાં આવી હતી. જામિયા હબીબિયા તરીકે ઓળખાતી આ મદરેસાનો ઉપયોગ નકલી ચલણી નોટ છાપવા માટે કરવામાં આવતો હતો. અધિકારીઓએ ઘટનાસ્થળેથી 1,300 નકલી 100 રૂપિયાની નોટો, પ્રિન્ટેડ નકલી ચલણી નોટના 234 પેજ/શીટ, કાગળના 3 બંડલ, પ્રિન્ટર, કટર, લેપટોપ અને અન્ય સંબંધિત વસ્તુઓ જપ્ત કરી હતી.
Cracking Against The Counterfeit-
नकली नोट को असली के रूप में बाजार में चलाने वाले 04 अभियुक्तों को @prayagraj_pol द्वारा गिरफ्तार करते हुए उनके कब्जे से ₹100 के 1300 जाली नोट, 234 पेज छपे हुए जाली नोट व 03 बण्डल कागज बरामद किए गए हैं I#WellDoneCops#GoodWorkUPP pic.twitter.com/X1Ngg5N1et
— UP POLICE (@Uppolice) August 28, 2024
આ રેકેટ વિશે પોલીસ શું કહ્યું?
રેકેટ વિશે માહિતી આપતા સિટી DCP દીપક ભુકરે જણાવ્યું હતું કે, સિવિલ લાઇન્સ પોલીસને સિવિલ લાઇન્સ બસ સ્ટેન્ડ પર નકલી ચલણી નોટનો સોદો કરવા આવતા વ્યક્તિઓ વિશે બાતમી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડી ત્રણ શકમંદોને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછને પગલે બુધવારે અતરસુયા વિસ્તારમાં કલ્યાણી દેવી પેટ્રોલ પંપ પાસે આવેલી મદરેસા પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં એક રૂમમાં નકલી ચલણી નોટ છાપવામાં આવતી હતી. દરોડા દરમિયાન, પોલીસે 234 નકલી નોટો શોધી કાઢી હતી જે કાપવાની બાકી હતી.
UP Police Raids Madrasa in Prayagraj – busts Fake INR ₹ Note Printing in guise of madrasa
Madrasa principal Mohammad Tafseerul, Mohammad Afzal, Mohammad Shahid and Zahir Khan arrested. 1300 fake 100 rupee notes, printer and other items recovered. pic.twitter.com/GLE2rr5hoR
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 28, 2024
મદરેસાના કાર્યકારી આચાર્ય મૌલવી મોહમ્મદ તફસીરુલ અરીફિનની પણ ધરપકડ કરવામાં આવી હતી. ડીસીપીના જણાવ્યા અનુસાર, કાર્યકારી પ્રિન્સિપાલ આ ઓપરેશનમાં સક્રિય રીતે સામેલ હતા, જે નકલી નોટો છાપવા માટે ગેંગને અલગ રૂમ પૂરો પાડતા હતા. ગેંગના લીડર ઝહીર ખાન કે જે ઓરિસ્સાના મદરેસાનો વિદ્યાર્થી છે અને તે આ રેકેટ પાછળના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખાયો હતો.
આ પણ જૂઓ: જમ્મુ-કાશ્મીરના રાજૌરી-કુપવાડામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકીઓ ઠાર મરાયા