અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષહેલ્થ

બિહારના સ્વાસ્થ્ય મંત્રી 20 બાળકો સાથે આવી પહોંચ્યા ગુજરાત, જાણો શું છે કારણ?

Text To Speech

ગાંધીનગર, 28 ઓગસ્ટ, 2024: બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડે આજે બુધવારે પટણાથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેઓ તેમની સાથે 20 બાળકો પણ અમદાવાદ લાવ્યા છે. વાસ્તવમાં બિહાર સરકાર આર્થિક રીતે નબળા પરિવારો માટે મુખ્યમંત્રી બાલ હૃદય યોજના ચાલાવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં બિહારના 1501 બાળકોની સર્જરી કરવામાં આવી છે. એ જ અનુસંધાને બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડે પટણાથી એવાં બાળકો સાથે અમદાવાદ પહોંચ્યા હતા જઓ હૃદયમાં છિદ્રો ધરાવે છે. અમદાવાદમાં શ્રી સત્ય સાંઈ હોસ્પિટલમાં આ બાળકોની સર્જરી કરવામાં આવશે.

આ અગાઉ પટણાથી રવાના થતા પહેલાં બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી બાલ હૃદય યોજના હૃદયમાં છિદ્ર સાથે જન્મેલા બાળકો માટે જીવનરેખા સાબિત થઈ રહી છે.

બિહાર સરકારની આ યોજના હેઠળ મુખ્યમંત્રી નીતિશ કુમારના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 1501 બાળકોના વિનામૂલ્યે સફળતાપૂર્વક ઓપરેશન કરાવવામાં આવ્યા છે. મંગલ પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુધારવા માટે ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આ જ ક્રમમાં બાળકોની સર્જરી પણ કરવામાં આવી રહી છે. સ્ક્રીનિંગ પછી આ બાળકોને અમદાવાદની શ્રી સત્ય સાંઈ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે, જ્યાં સર્જરીની પ્રક્રિયા પૂર્ણ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે આ વખતે હું પોતે પણ સાથે મુસાફરી કરી રહ્યો છું જેથી મને બધી વ્યવસ્થા જોવા અને સમજવાની પૂરતી તક મળશે. તેમણે કહ્યું કે આ એવાં બાળકો છે જેમની આર્થિક સ્થિતિ એવી ન હતી કે તેમનાં માતા-પિતા ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવી શકે. આવી સ્થિતિમાં બાલ હૃદય યોજના તેમના માટે ખૂબ જ અસરકારક અને સફળ સાબિત થઈ છે.

બાળકોમાં જન્મજાત રોગોમાં હૃદયમાં છિદ્ર એક ગંભીર સમસ્યા છે. આ યોજના હેઠળ હૃદયમાં છિદ્ર સાથે જન્મેલા બાળકોની મફત સારવારની વ્યવસ્થા કરવામાં આવે છે. આમાં બાળકોની પ્રારંભિક તપાસથી લઈને તેમના પરિવહન સુધીનો ખર્ચ બિહારની રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. બિહારના સ્વાસ્થ્ય મંત્રીએ પટણા એરપોર્ટ પર બાળકો અને તેમના પરિવારો સાથે પણ વાત કરી હતી.

આ પણ વાંચોઃ નેશનલ સ્પોર્ટ્સ ડેઃ ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ 20 વર્ષમાં 141 ગણું વધીને ₹352 કરોડ થયું

Back to top button