ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘૂસ્યા, બે મંત્રીઓએ ડમ્પર પર બેસી પુરની સ્થિતિની સમીક્ષા કરી

વડોદરા, 28 ઓગસ્ટ 2024, વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ઘૂસી જવાના કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્ય સરકારના બે મંત્રી, ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા આજે દોડી આવ્યા હતા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી રાહત-બચાવની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. આપત્તિની આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા શહેરને તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી હોવાનું બન્ને મંત્રીઓએ જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ભારે વરસાદને કારણે પાણીની આવક સતત થઇ છે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીનું પાણી તેની આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયું છે. દેવ ડેમ અને આજવા સરોવરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક સતત થઇ છે અને આ બન્ને જળાશયોમાંથી પાણી છોડવામાં આવ્યું છે. શહેરની સ્થિતિને ધ્યાને રાખીને વડોદરા મહાપાલિકા તંત્ર દ્વારા આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાવ્યું હતું. શહેરના કેટલાક વિસ્તારમાં દસ દસ ફૂટ પાણી ભરાયા છે. હાલમાં રાહત અને બચાવની કામગીરીને રાજ્ય સરકાર દ્વારા અગ્રતા આપવામાં આવી રહી છે. આ માટે આર્મીની ત્રણ અને NDRF તથા SDRFની વધુ ટૂકડીઓને જરૂરી સંસધાનો દ્વારા વડોદરા મોકલવામાં આવી છે.

1200થી પણ વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા
તેમણે વધુ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં છ હજારથી પણ વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે. 1200થી પણ વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા એક લાખથી પણ વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડ્યો છે. પૂરની સ્થિતિમાં રાહત અને બચાવની કામગીરી સતત ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આપત્તિના સમયે હરસંભવ મદદ કરવામાં આવે છે. આ પૂર્વે બન્ને મંત્રીઓ દ્વારા વડોદરા મહાપાલિકાના નિયંત્રણ કક્ષની મુલાકાત લેવામાં આવી હતી.

બુલ્ડોઝરમાં બેસાડીને લોકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે અને વિશ્વામિત્રી નદીના પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયા છે. જેના કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પૂરાયેલા છે. ઘણા લોકો પૂરના પાણીમાં ફસાઇ ગયા હોય તેવી સ્થિતિનો પણ નિર્માણ થયું છે. જેમને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. 15 લોકોના દિલધડક રેસ્ક્યૂના દૃશ્યો સામે આવ્યા છે. હરણી વિસ્તારમાં તો કારો ડૂબી ગઈ એટલું પાણી ભરાયેલું છે. માંજલપુરની વનલિલા સોસાયટીમાં આખેઆખી કારો અને અડધી બસો ડૂબી ગઈ છે. સમા વિસ્તારમા બુલ્ડોઝરમાં બેસાડીને લોકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃવિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં વડોદરા જળબંબાકાર, મકાનો, રસ્તાઓ અને ગાડીઓ પાણીમાં ગરકાવ

Back to top button