“બસ…હવે બહુ થયું”: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ શા માટે અને કોને આવું કહ્યું?
નવી દિલ્હી, 28 ઓગસ્ટ, 2024: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ કોલકાતાના આરજી કર મેડિકલ કૉલેજની ઘટના અંગે સૌપ્રથમ વખત પ્રતિભાવ આવ્યો છે. આકરો પ્રતિભાવ આપતાં તેમણે કહ્યું કે, બસ, હવે બહુ થયું. આવી ઘટનાઓ સમાજ અને દેશ માટે શરમજનક છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને ઘાતકી હત્યાના મામલામાં સતત વિરોધ અને પ્રદર્શન થઈ રહ્યા છે. તે જ સમયે, હવે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ મામલે કડક નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે તેઓ આ ઘટનાથી નિરાશ અને ભયભીત છે. રાષ્ટ્રપતિએ આ મામલે કડક ટિપ્પણી કરી છે અને કહ્યું છે કે હવે બહુ થયું. તેણે કહ્યું કે તે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓથી પરેશાન છે.
STORY | ‘Enough is enough’: anguished President Murmu asks nation to wake up, end crimes against women
READ: https://t.co/oEOSvjyrWk pic.twitter.com/Y1XPy7KkUs
— Press Trust of India (@PTI_News) August 28, 2024
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના મામલામાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન પર પણ ટિપ્પણી કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું છે કે કોલકાતામાં વિદ્યાર્થીઓ, ડૉક્ટરો અને નાગરિકો વિરોધ કરી રહ્યા છે ત્યારે પણ ગુનેગારો પીડિતોની શોધમાં અન્યત્ર છુપાઈ રહ્યા છે. મહિલાઓ સામેના ગુનાઓ પર, રાષ્ટ્રપતિ મૂર્મૂએ કહ્યું છે કે સમાજને ‘પ્રામાણિક, નિષ્પક્ષ આત્મનિરીક્ષણ’ની જરૂર છે અને પોતાને કેટલાક અઘરા પ્રશ્નો પૂછવાની જરૂર છે. રાષ્ટ્રપતિએ કહ્યું છે કે કોઈ પણ સંસ્કારી સમાજ દીકરીઓ અને બહેનો પર આવા અત્યાચારને મંજૂરી આપી શકે નહીં.
राष्ट्रपति द्रौपदी मुर्मू ने आरजी कर मेडिकल कॉलेज एवं अस्पताल बलात्कार-हत्या घटना पर एक बयान जारी किया। pic.twitter.com/l4kMDUldbh
— ANI_HindiNews (@AHindinews) August 28, 2024
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ કહ્યું છે કે દુ:ખદ માનસિકતા મહિલાઓને યોગ્ય મહત્ત્વ નહીં આપવાની છે. તેમને ઓછી શક્તિશાળી, ઓછી સક્ષમ, ઓછી બુદ્ધિશાળી તરીકે જૂએ છે. તેમણે કહ્યું કે નિર્ભયા કેસના 12 વર્ષમાં અસંખ્ય બળાત્કારો સમાજ ભૂલી ગયો છે. આ સ્મૃતિ ભ્રંશ ઘૃણાસ્પદ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે જે સમાજ ઇતિહાસનો સામનો કરવામાં ડરતા હોય છે તેઓ સામૂહિક સ્મૃતિ ભ્રંશનો આશરો લે છે; હવે ભારતે ઈતિહાસનો સામનો કરવાનો સમય આવી ગયો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે આ આપત્તિનો વ્યાપક રીતે સામનો કરવો જોઈએ જેથી કરીને તેને અંકુરમાં ઝીલી શકાય.
આ પણ વાંચોઃ બંગાળમાં ભાજપના નેતા ઉપર છ રાઉન્ડ ગોળીબાર, કાર ઉપર બોંબ પણ ઝીંક્યા