ટ્રેન્ડિંગમનોરંજન

પત્ની સામે હાર માની લેવી જોઈએ, કેબીસી-16ના કંટેસ્ટેન્ટને અમિતાભે આપી સલાહ!

Text To Speech
  • પોતાના ઘરની બોસ જયા જ છે એ વાતની હિંટ તો અમિતાભે ઘણી વખત આપી છે, પરંતુ હવે તો ખુલ્લેઆમ તેનો સ્વીકાર પણ કરી લીધો છે!

28 ઓગસ્ટ, મુંબઈઃ જયા બચ્ચન પોતાના ઘરની બોસ છે, એ વાતની હિંટ અમિતાભ બચ્ચન અને તેમનાં બાળકો ઘણી વખત આપી ચૂક્યા છે. હવે કેબીસીમાં બિગ બીએ તે વાત જાહેરમાં કહી દીધી છે. હવે કોન બનેગા કરોડપતિના 16માં લેટેસ્ટ એપિસોડમાં બિગ બીની એક પતિ-પત્ની સાથે મજેદાર વાતચીત બતાવવામાં આવી હતી. તેમણે પતિ-પત્નીનો મીઠો ઝઘડો સાંભળ્યો અને પતિને સલાહ આપી કે પત્ની સામે તેમની દરેક વાત માની લે, કેમ કે પત્ની કદી ખોટી હોતી નથી.

પત્ની સામે હાર માની લેવી જોઈએ, કેબીસી-16ના કંટેસ્ટેન્ટને અમિતાભે આપી સલાહ! hum dekhenge news

હોટ સીટ પર પહોંચ્યા બાદ ખુશી વ્યક્ત કરી

હર્ષિત ભુટાનીને KBC-16માં હોટ સીટ પર બેસવાની તક મળી. આ માટે તે અને તેની પત્ની એકબીજાને સેલ્યુટ કરતાં જોવા મળ્યાં હતાં. હર્ષિતને આમ કરતા જોઈને અમિતાભ બચ્ચને તેને સવાલ કર્યો તો હર્ષિતે જવાબ આપ્યો કે તે ઘણા સમયથી હોટ સીટ પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હવે તેનું સપનું સાકાર થયું છે, તેથી તે ખુશ છે. હોટસીટ પર કોણ પહેલા પહોંચશે તેની હર્ષિત અને તેની પત્ની વચ્ચે  શરત લાગી હતી.

પત્ની સામે હાર માની લેવી જોઈએ, કેબીસી-16ના કંટેસ્ટેન્ટને અમિતાભે આપી સલાહ! hum dekhenge news

પત્ની હંમેશા સાચી હોય છે

હર્ષિતે હોટ સીટ પરથી પત્નીને કહ્યું કે આખરે તે પહોંચી ગયો. તેના પર તેની પત્નીએ કહ્યું કે તેણે હર્ષિતને શો માટે ટ્રેનિંગ આપી હતી. બંને વચ્ચેની વાતચીત જોઈને અમિતાભ બચ્ચને હર્ષિતને સલાહ આપી કે પત્ની જ સાચી હોય છે. તેણે કહ્યું, પત્નીની સામે હંમેશા હાર સ્વીકારવી જોઈએ, તે હંમેશા સાચી હોય છે. ત્યારબાદ બિગ બીએ કહ્યું કે અંદરની વાત તો તમે અને આપણે બધા જાણીએ જ છીએ ને?

પતિ ગિફ્ટ લેતો નથી

હર્ષિતની પત્નીએ અમિતાભ બચ્ચનને કહ્યું, ઘણી પત્નીઓ ફરિયાદ કરે છે કે તેમના પતિ ગિફ્ટ નથી આપતા, પરંતુ મારા પતિ મારી પાસેથી કંઈ લેતા નથી. તેઓ કહે છે, આટલો ખર્ચો શા માટે? તેથી આ સોનાનો સિક્કો મને આપવાને બદલે તમે તેમને આપો તો સારું રહેશે.

આ પણ વાંચોઃ અનુષ્કા-વિરાટ લંડનમાં નોન-સેલિબ્રિટી લાઈફની મજા માણી રહ્યાં છે, થયા કેમેરામાં કેદ 

Back to top button