ટ્રેન્ડિંગમનોરંજન

પ્રખ્યાત સાઉથ અભિનેતાનું નિધન, 46 વર્ષે લીધા અંતિમ શ્વાસ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક : 28 ઑગસ્ટ :  તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા બિજલી રમેશે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. 46 વર્ષીય એક્ટર બિજલી રમેશે ગત 26 ઓગસ્ટ 2024ના રોજ અંતિમ શ્વાસ લીધા.

બિજલી રમેશનું અવસાન
બિજલી રમેશ ‘અદાઈ’ તથા ‘શિવપ્પુ મંજલ પચાઈ’ જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર કામ માટે ઓળખાતા હતા. તેમના નિધનના સમાચારથી સમગ્ર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી લોકો આ સમાચાર સાંભળીને હેરાન રહી ગયા છે.

લીવર ડેમેજ થઈ ગયું હતું

મીડિયા અહેવાલ પ્રમાણે બિજલી રમેશને દારૂની લત હતી અને તેના કારણે તેમનું લીવર ડેમેજ થઈ ગયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. એક્ટરે તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાની બીમારીનો ખુલાસો પણ કર્યો હતો, જેમાં તેઓ ખૂબ જ કમજોર લાગી રહ્યા હતા.

સાઉથના ફેમસ કોમેડિયન હતા બિજલી રમેશ

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં તેઓ એક શાનદાર કોમેડી એક્ટર તરીકે પણ ખૂબ જ જાણીતા હતા. જોકે તેમને ક્યારેય મોટી તક ન મળી. તેઓ કેટલાક ટીવી શોમાં પણ નજર આવ્યા હતા અને લોકોને ખૂબ જ એન્ટરટેન કરતા હતા.

સુપરસ્ટાર રજનીકાંતના ફેન હતા બિજલી રમેશ

ઉલ્લેખનીય છે કે, બિજલી રમેશ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના સૌથી મોટા ફેન તરીકે ઓળખાતા હતા. અને તેના કારણે જ તેઓ ખૂબ જ લોકપ્રિય પણ હતા. સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચાર આવતા જ તેના ચાહકો, સહકલાકારો અને શુભચિંતકોએ એક્ટરને શ્રદ્ધાંજલિ આપી હતી.

ફિલ્મોમાં આવવા પહેલા યુટ્યુબર હતા બિજલી રમેશ

બિજલી રમેશ લાંબી બીમારીનો સામનો કરી રહ્યા હતા અને કથિત રીતે ગત 26 ઓગસ્ટ 2024ના રોજ રાત્રે 9:00 વાગ્યા આસપાસ તેમનું નિધન થઈ ગયું. કહેવાય છે કે, બિજલી રમેશને સ્ટાર બનાવવાનો પૂરો શ્રેય નેલસન દિલીપકુમારને જાય છે. બિજળી રમેશ ફિલ્મોમાં આવવા પહેલા યુટ્યુબર હતો. ત્યારબાદ નેલસન દિલીપ કુમારે તેમને એક ગીતમાં સ્પેશિયલ અપીયરેન્સની તક આપી હતી.

આ પણ વાંચો : જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 15 ઈંચ વરસાદ આવતા જળબંબાકારની સ્થિતિ

Back to top button