ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બંગાળમાં ભાજપના નેતા ઉપર છ રાઉન્ડ ગોળીબાર, કાર ઉપર બોંબ પણ ઝીંક્યા

Text To Speech

કોલકાતા, 28 ઓગસ્ટ, 2024: પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની કઈ હદે કથળી છે તેનું તાદૃશ્ય ઉદાહરણ આજે જોવા મળ્યું. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર મહિલા ડૉક્ટર સાથે થયેલા જંગાલિયતભર્યા અત્યાચારના વિરોધમાં છેલ્લા 15 દિવસથી બંગાળમાં નાગરિકોનો ભારે વિરોધ ચાલી રહ્યો છે. આ દરમિયાન આજે કેટલાક લોકોએ ભાજપના નેતા ઉપર ગોળીબાર કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ હુમલામાં ભાજપ નેતાનો ડ્રાઈવર ગંભીર રીતે ઘવાયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળના ભાટપારામાં ભાજપ નેતા પ્રિયાંગુ પાંડેયની કાર ઉપર ગુંડાઓએ છ રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળે છે. ગોળીબાર થયો તે સમયે ભાજપ નેતા પાંડેય કારમાં હતા. મળતા અહેવાલ મુજબ આ ગોળીબારમાં પાંડેયના ડ્રાઈવરને પણ માથામાં ગોળી વાગી છે અને તેને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.

આ ગોળીબાર ટીએમસીના કાર્યકરોએ કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ભાજપ નેતા ઉપર ગોળીબાર કરી રહેલા ગુંડાઓનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે.

ટીએમસી ગુંડાઓ દ્વારા ગોળીબાર - HDNews

યાદ રહે, જુનિયર ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ગઈકાલે મંગળવારે રાજ્યના વિદ્યાર્થી સંગઠનોએ સચિવાલય તરફ કૂચ કરવાનું એલાન આપેલું હતું, એ દરમિયાન પોલીસે અત્યંત નિર્દયતાપૂર્વક વિદ્યાર્થીઓની મારપીટ કરી હતી. જોકે વિદ્યાર્થીઓની શાંતિપૂર્ણ કૂચ દરમિયાન ટીએમસીની વિદ્યાર્થી પાંખના લોકોએ પણ સામે મોરચા કાઢ્યો હતો અને એ દરમિયાન થયેલા ઘર્ષણ બાદ પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો હતો અને ટીયરગેસના સેલ છોડ્યા હતા.

પશ્ચિમ બંગાળ ભાજપનો આક્ષેપ છે કે, વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ આંદોલનમાં ટીએમસીના વિદ્યાર્થી સંગઠને કૂદીને માહોલ બગાડ્યો છે. આ કારણે ભાજપે આજે 12 કલાકના બંગાળ બંધનું એલાન આપ્યું છે. આ દરમિયાન ભાટપારામાં ભાજપ નેતા ઉપર ગોળીબાર થયો હતો.

આ પણ વાંચોઃ ભાજપનું આજે 12 કલાકનું બંગાળ બંધ, મુર્શિદાબાદમાં ભાગીરથી એક્સપ્રેસ ટ્રેનને રોકવામાં આવી

Back to top button