કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

જૂનાગઢ: ભારે વરસાદની ચેતવણી, જાણો નાગરિકો માટે શું છે નિર્દેશ?

જૂનાગઢ, ૨૭ ઓગસ્ટ : સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ સંદર્ભે આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સતર્ક રહેવા સૂચનાઓ જારી થયેલ હોય જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાન રાખી જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉપસ્થિત રહી જૂનાગઢ જિલ્લામાં આપત્તિના સમયે તંત્ર દ્વારા લેવાનાર પગલાઓ વિશે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લાના પ્રભારી સચિવ બંછાનિધિ પાની પણ ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ જિલ્લાની વિવિધ કચેરીઓની પ્રાંત અને તાલુકા કક્ષાએ કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ કહ્યુ કે, રાજય સરકાર દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓને ગંભીરતાથી લઈ કચેરીઓના પ્રત્યેક અધિકારી-કર્મચારીઓ સતર્ક રહે. વરસાદલક્ષી વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવે તે મુજબ આગોતરુ આયોજન થાય. જિલ્લામાં પીવાના પાણીનો પુરવઠો, વીજ પુરવઠો, ગર્ભવતી મહિલાઓની આરોગ્યની કાળજી, દવાઓ અને રાશનનો જથ્થો પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે.

આ ઉપરાંત રાજય અને પંચાયત સિંચાઈ સહિતના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જરૂરી સંકલન રાખે અને ડેમની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર સહિતનાઓને અવગત કરે. ડેમના નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવાની આવશ્કતા હોય તો તે માટેના પગલાઓ ભરવામાં આવે અને તે સાથે જરૂરી આયોજન થાય, નાગરિકોને ફૂડ પેકેટ, દવાઓના જથ્થા સહિતની સ્થિતિ અંગે મંત્રી અને પ્રભારી સચિવે વિગતો મેળવી હતી. વીજ પુરવઠો યથાવત રહે અને જ્યાં ખોરવાય તે વિસ્તારોમાં ફોલ્ટની ફરિયાદો સાંભળવા માટે ટીમ કાર્યરત રહે તેની વિશેષ કાળજી રાખવા માટે મંત્રીએ સૂચના આપી હતી.

ભારે વરસાદના સમયે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીના પડે તે માટે જાગૃતિ દાખવવા અને આપાતકાલીન સમયે સહાયતા અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત જાણકારી મેળવી અને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જીલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, દેવાભાઈ માલમ, અગ્રણી હરેશ પરસાણા, પ્રભારી સચિવ બંછાનિધિ પાની, કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, જૂનાગઢ કોર્પોરેશનના અધિકારીઓ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓને સતર્કતા દાખવી મુશ્કેલીના સમયે ત્વરિત પગલાં લઈ લોકોને કોઈ મુશ્કેલી ન પહોચે તે દિશામાં કાર્યરત રહેવા સૂચનાઓ આપી હતી.

Back to top button