ઉત્તર ગુજરાતગુજરાત

ભારે વરસાદની આગાહીને લઈને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજજ, કંટ્રોલ રૂમ કાર્યરત

Text To Speech

પાલનપુર, 27 ઓગસ્ટ 2024, હવામાન વિભાગની આગાહીને પગલે આગામી ૩૦ ઓગસ્ટ સુધી રાજ્યભરમાં આકાશી આફત નું સંકટ ઊભું થયું છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી ૩૦ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીને ધ્યાને લઇને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં વધુ વરસાદના સમયે કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. અને ટીમ બનાસ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા ખડેપગે તૈનાત છે.

તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા
ભારે વરસાદની સ્થિતિમાં લોકોની બચાવ રાહત કામગીરી અને મુશેકલીમાં મુકાયેલા અસરગ્રસ્તો ની મદદ માટે તંત્ર સજ્જ છે. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લામાં વરસાદી સમય દરમિયાન જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ૨૪ કલાક કર્મચારીઓને હાજર રહી કોઈપણ પ્રકારની આપત્તિ સમયે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શનમાં વધુ વરસાદના સમયે નુકશાન ન થાય તે બાબતે તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યા છે. તેમજ નજીકના કંટ્રોલ રૂમમાં જાણ કરવા અપીલ કરાઇ છે.

આપત્તિ જેવી કે ભારે વરસાદ, પૂર વગેરે વખતે આ નંબરનો સંપર્ક કરવો
૧.મામલતદાર કચેરી વાવ ૦૨૭૪૦-૨૨૭૦૨૨
૨.મામલતદાર કચેરી થરાદ ૦૨૭૩૭-૨૨૩૬૭૫
૩.મામલતદાર કચેરી ધાનેરા ૦૨૭૪૮-૨૨૨૦૨૪
૪.મામલતદાર કચેરી દાંતીવાડા ૦૨૭૪૮-૨૭૮૦૮૧
૫.મામલતદાર કચેરી અમીરગઢ ૦૨૭૪૨-૨૩૨૧૭૬
૬.મામલતદાર કચેરી દાંતા ૦૨૭૪૯-૨૭૮૧૩૪
૭.મામલતદાર કચેરી વડગામ ૦૨૭૩૯-૨૬૨૦૨૧
૮.મામલતદાર કચેરી પાલનપુર ૦૨૭૪૨-૨૫૭૨૬૧
૯.મામલતદાર કચેરી ડીસા ૦૨૭૪૪-૨૨૨૨૫૦
૧૦.મામલતદાર કચેરી દિયોદર ૦૨૭૩૫-૨૪૪૬૨૬
૧૧.મામલતદાર કચેરી ભાભર ૦૨૭૩૫-૨૨૨૬૭૭
૧૨.મામલતદાર કચેરી કાંકરેજ ૦૨૭૪૭-૨૩૩૭૨૧
૧૩.મામલતદાર કચેરી લાખણી ૦૨૭૪૪-૨૫૬૧૧૧
૧૪.મામલતદાર કચેરી સુઈગામ ૦૨૭૪૦-૨૨૩૬૪૨

આ પણ વાંચોઃરાજ્યમાં ભારે વરસાદને કારણે દુર્ઘટનામાં 7 વ્યક્તિઓના મૃત્યુ, 1696 લોકોનું રેસ્ક્યુ કરાયું

Back to top button