કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબી જનરલ હોસ્પિટલમાં ક્વિક રિસ્પોન્સ ટીમની રચના

Text To Speech

મોરબી, ૨૭ ઓગસ્ટ: હાલમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ અન્વયે આપત્તિના બનાવ સમયે તેમજ અન્ય જરૂરિયાત ઊભી થઈ તાત્કાલિક મેડિકલ સારવાર આપી શકાય તે હેતુ માટે મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે મોરબી જનરલ હોસ્પિટલમાં ક્વિક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2 થી લઈને 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના જનરલ હોસ્પિટલ ખાતે તા. ૨૭/૦૮/૨૦૨૪ થી તા. ૨૮/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાક સુધી તબીબી અધિકારી ડો. એન.એન. રૂપાલાના માર્ગદર્શન હેઠળની ટીમ ઈમરજન્સી વિભાગ ખાતે ઉપલબ્ધ રહેશે. જ્યારે તા. ૨૮/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાકથી તા. ૨૯/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાક સુધી તબીબી અધિકારીશ્રી ડો. દર્શન પટેલના માર્ગદર્શન હેઠળની ટીમ ઈમરજન્સી વિભાગ ખાતે ઉપલબ્ધ રહેશે. સિવિલ હોસ્પિટલના અધિક્ષક તથા આર.એમ.ઓ.ની સુચના મુજબ રિસ્પોન્સ ટીમ્સ કાર્યરત રહેશે.

આ પણ વાંચો: મેઘતાંડવના કારણે ટ્રેનો રદ કરાઈ; રૂટ બદલાયા, જુઓ આખું લિસ્ટ

Back to top button