ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય, બધા જ જિલ્લામાં રેડ એલર્ટ

Text To Speech
  • મધ્યગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં રેડ અલર્ટ
  • અમદાવાદમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ
  • અત્યાર સુધીની સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય

ગુજરાતમાં સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતા બધા જ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં મેઘરાજાનો તાંડવ જોવા મળ્યો છે. તેમાં રાજ્યમાં વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આવતીકાલે મોટાભાગના જિલ્લાઓમાં રેડ અલર્ટ છે. તેમજ અમદાવાદમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માર્ગદર્શિકા જાહેર કરી 

અત્યાર સુધીની સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય

કચ્છ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે રેડ એલર્ટ છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે રેડ અલર્ટ છે. તથા ઉત્તર ગુજરાતમાં વરસાદને લઇ યલો એલર્ટ છે. તેમજ ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં રેડ અલર્ટ છે. તથા મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. રાજ્યમાં સીઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય છે. સીઝનમાં પ્રથમ વખત રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ છે. રાજ્યમાં વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.

મધ્યગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં રેડ અલર્ટ

રાજ્યમાં સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.જેમાં 33 જિલ્લાઓમાં વરસાદને લઇને રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં રાજ્યમાં વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આવતીકાલે મોટાભાગના જિલ્લાઓમાં રેડ અલર્ટ છે. તેમજ અમદાવાદમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. કચ્છ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે રેડ એલર્ટ છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે રેડ એલર્ટ છે. તથા ઉત્તર ગુજરાતમાં વરસાદને લઇ યલો એલર્ટ તેમજ મધ્યગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં રેડ અલર્ટ અને મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Back to top button