નેશનલમીડિયાવીડિયો સ્ટોરી

શું રાહુલ ગાંધી ટૂંક સમયમાં લગ્ન કરવાના છે? વિદ્યાર્થિનીઓના સવાલ પર કહ્યું…, જૂઓ વીડિયો

Text To Speech

શ્રીનગર,27 ઓગસ્ટ: રાહુલ ગાંધી લગ્ન ક્યારે કરશે, આ સવાલ તેમને વારંવાર પૂછવામાં આવે છે અને રાહુલ તેનો જવાબ આપતા રહે છે. શ્રીનગરમાં આ સવાલ ફરી ઉઠ્યો, જ્યારે શ્રીનગરની વિદ્યાર્થિનીઓએ તેમને પૂછ્યું કે, લગ્ન વિશે તમારું શું માનવું છે? આ સવાલના જવાબમાં 54 વર્ષીય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હસતા હસતા કહ્યું કે મેં 20-30 વર્ષથી તે દબાણનો સામનો કર્યો છે પરંતુ તે સારી વાત છે. આ દરમિયાન અન્ય એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે શું તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો રાહુલ ગાંધીએ કહ્યું કે હા, હા. પરંતુ મેં આવી કોઈ યોજના બનાવી નથી. વિદ્યાર્થિનીઓએ કહ્યું કે કૃપા કરીને લગ્ન કરો અને તે કાર્યક્રમમાં અમને પણ આમંત્રણ આપજો.

સોમવારે રાહુલ ગાંધી તેમના ટ્રેડમાર્ક સફેદ ટી-શર્ટ પહેરીને શ્રીનગર પહોંચ્યા હતા અને કાશ્મીરની વિદ્યાર્થિનીઓએ તેમની સાથે રાજનીતિ, શિક્ષણ, રોજગાર તેમજ તેમના લગ્ન સંબંધિત મુદ્દાઓ પર વાત કરી હતી. રાહુલે હસીને વિદ્યાર્થીનીઓના દરેક સવાલના જવાબ આપ્યા હતા.

જૂઓ વીડિયો રાહુલ ગાંધીએ શું કહ્યું:

 

ઉતાવળ કરવી પડશે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીને તેમના લગ્ન વિશે વારંવાર સવાલો પૂછવામાં આવે છે. અગાઉ, લોકસભા ચૂંટણી દરમિયાન, રાયબરેલી સંસદીય ક્ષેત્રના મહારાજગંજમાં ‘મેળા મેદાન’ ખાતે આયોજિત એક ચૂંટણી રેલીને સંબોધિત કર્યા પછી, જનતાએ તેમને પૂછ્યું હતું કે તેઓ ક્યારે લગ્ન કરી રહ્યા છે, જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “હવે જલ્દી જ કરવા પડશે.” રાહુલ ગાંધીનો આવો જવાબ સાંભળીને ટોળાએ જોર જોરથી બૂમો પાડી હતી અને રાહુલ ગાંધીએ હસીને બધાનું સ્વાગત કર્યું હતું.

બિહારમાં બાળકે પૂછ્યો હતો સવાલ

આ પહેલા ભારત જોડો યાત્રા દરમિયાન બિહારમાં એક છ વર્ષના બાળકે રાહુલ ગાંધીને પૂછ્યું હતું કે તમે ક્યારે લગ્ન કરશો. બાળકના આ સવાલ પર રાહુલે કહ્યું હતું કે અત્યારે હું કામ કરું છું અને જ્યારે કામ પૂરું થશે ત્યારે હું લગ્ન કરી લઈશ. રાહુલ ગાંધીએ તે બાળકનો વીડિયો પણ શેર કર્યો હતો.

આ પણ વાંચો: કંગના રાણાવતને ખેડૂતોના આંદોલન પર નિવેદન બદલ ભાજપે આપી આ કડક સૂચના

Back to top button