ગુજરાત માટે આજનો દિવસ અતિભારે, 27 જિલ્લામાં રેડ એલર્ટ અપાયુ
- પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદને લઇ સાવચેત રહેવાની સુચના આપવામાં આવી
- વડોદરા તેમજ મહિસાગર, દાહોદમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
- અમદાવાદમાં આવતીકાલે વરસાદના ઓરેન્જ એલર્ટની આગાહી
ગુજરાત માટે આજનો દિવસ અતિભારે છે. જેમાં રાજ્યના 27 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયુ છે. તેમજ 3 વરસાદી સિસ્ટમ એક સાથે રાજ્યને ઘમરોળશે. તથા અમદાવાદમાં આવતીકાલે વરસાદના ઓરેન્જ એલર્ટની આગાહી છે. તેમજ રાજ્યના અનેક તાલુકાઓમાં આઠથી દસ ઇંચ વરસાદ આવ્યો છે. તથા સુરત, તાપી, ડાંગ, નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વડોદરા તેમજ મહિસાગર, દાહોદમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
ઉલ્લેખનીય છે કે આણંદ, ખેડામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ પંચમહાલ, વડોદરા તેમજ મહિસાગર, દાહોદમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. બનાસકાંઠા, સાબરકાંઠા તથા અરવલ્લી, ગાંધીનગર, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ છે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદથી એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં મેઘરાજાની સિસ્ટમને કારણે અનેક તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં રાજ્યના 251 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર થઇ છે. તેમજ મોરબીના ટંકારામાં આભ ફાટ્યુ છે. તેમાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ આવ્યો છે.
પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદને લઇ સાવચેત રહેવાની સુચના આપવામાં આવી
ગોધરાના મોરવા હડફમાં પણ 14 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ નડિયાદ અને બોરસદમાં 13- 13 ઇંચ વરસાદ આવ્યો છે. વડોદરામાં પણ છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ આણંદ પાદરા ખંભાત અને ગોધરામાં પણ 12-5 ઇંચ વરસાદ સાથે તારાપુર અનેવાંકાનેરમાં પણ 12- 12 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક તાલુકાઓમાં આઠથી દસ ઇંચ વરસાદ આવ્યો છે. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા તથા સુરત, તાપી, ડાંગ, નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને મોરબી, સુરેન્દ્રનગર તથા કચ્છ, બોટાદ, રાજકોટમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ તથા ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદને લઇ સાવચેત રહેવાની સુચના આપવામાં આવી છે. તથા સૌરાષ્ટ્ર, દ. ગુજરાત માટે આવતીકાલનો દિવસ અતિભારે રહેશે. તથા અમદાવાદમાં આવતીકાલે વરસાદના ઓરેન્જ એલર્ટની આગાહી છે.