બોલો, 95 ટકા હિન્દુઓ રહે છે એ ગામ ઉપર વક્ફે ઠોકી દીધો દાવો!
પટણા, 26 ઓગસ્ટ, 2024: બિહારથી અત્યંત ચિંતાજનક અને આઘાતજનક સમાચાર મળી રહ્યા છે. વકફ (વક્ફ) બોર્ડે રાજ્યના એક આખા ગોવિંદપુર ગામ ઉપર દાવો ઠોકી દીધો છે. એટલું જ નહીં પરંતુ વક્ફ બોર્ડે અહીં રહેતા 95 ટકા હિન્દુઓને ગામ ખાલી કરવા પણ જણાવી દીધું છે. યાદ રહે, આ જ વકફ બોર્ડે થોડા મહિના પહેલાં તમિલનાડુમાં પણ મંદિરની જગ્યા સહિત માત્ર હિન્દુઓના એક આખા ગામ ઉપર દાવો ઠોકી દીધેલો છે, જેનો વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે.
એક તરફ જ્યારે વકફ સુધારા બિલની ચર્ચા ચાલી રહી છે અને કેન્દ્ર સરકાર યોગ્ય રીતે વકફ બોર્ડની અમર્યાદિત સત્તાઓ પર અંકુશ લગાવવા અને વકફ મિલકતો સંબંધિત ગેરરીતિઓને દૂર કરવા માંગે છે. આ દરમિયાન બિહારની રાજધાની પટણાને અડીને આવેલા ફતુહાના ગોવિંદપુર ગામમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જે ચોંકાવનારો અને આઘાતજનક છે. સુન્ની વક્ફ બોર્ડ અહીં રહેતા લોકોને નોટિસ આપી છે જેમણે પોતાનાં મકાનો બનાવી લીધા છે અને છેલ્લા ઘણા સમયથી ત્યાં રહે છે. આ ગામમાં લગભગ 95 ટકા હિંદુ પરિવારો રહે છે, પણ વક્ફ બોર્ડે તેમની જમીન પર દાવો કર્યો છે.
ગામવાસીઓને મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આ જમીન વકફ બોર્ડની છે અને તમે બધા તેને 30 દિવસમાં ખાલી કરી દો. વક્ફ બોર્ડે તમામ મર્યાદાઓ વટાવીને પોતાનું બોર્ડ પણ લગાવી દીધું છે. અહેવાલ મુજબ ગામવાસીઓ વકફની આ ગેરકાયદે નોટિસ અંગે સરકારી અધિકારીઓનો સંપર્ક કરતા રહ્યા પરંતુ તેમને કોઈ રાહત મળી ન હતી. આ પછી જ્યારે લોકોએ પટના હાઈકોર્ટનો સંપર્ક કર્યો તો વક્ફ બોર્ડ કોર્ટમાં એક પણ પુરાવા રજૂ કરી શક્યું નહીં. પીડિતોને પટના હાઈકોર્ટમાંથી તાત્કાલિક રાહત મળી છે. પરંતુ વકફ બોર્ડ પાસે અમર્યાદિત સત્તા હોવાનું કહીને ગામવાસીઓ ડરી રહ્યા છે.
🚨 Bihar Waqf Board declares entire Village with 95% Hindu population as Its property.
Waqf Board orders villagers to vacate their land & houses within 30 days.
The people said they have been living in the houses built for years.
People said “When we knocked the door of Patna… pic.twitter.com/ughIceLWhH
— Times Algebra (@TimesAlgebraIND) August 26, 2024
જે લોકોને નોટિસ મળી છે તેમનું કહેવું છે કે આ બધી જમીન અમારી પૈતૃક ખેતીની જમીન છે. જેનો આધારે 1908માં હાથ ધરવામાં આવેલો સર્વે હતો. ગામવાસીઓ જણાવે છે કે તેઓ ઘણાં વર્ષોથી અહીં રહે છે, પરંતુ વકફ બોર્ડ તરફથી સતત નોટિસો આવી રહી છે કે અમારે 30 દિવસમાં જગ્યા ખાલી કરવી પડશે.
લોકોએ કહ્યું કે અમે વક્ફ બોર્ડને કહ્યું છે કે તમારી જમીન કેવી છે તેના પુરાવા બતાવો. તેના જવાબમાં ઉર્દૂમાં લખાયેલો કાગળનો ટુકડો બતાવવામાં આવ્યો જેમાં કશું સ્પષ્ટ નહોતું. અમે કહ્યું કે હિન્દીમાં ભાષાંતર કરાવીને બતાવો તો વકફવાળા કહે છે કે અમે એવું આપી શકીએ તેમ નથી. આ પછી અમે પટણા હાઈકોર્ટ ગયા. વકફ બોર્ડ કોર્ટમાં એક પણ પુરાવો રજૂ કરી શક્યું નથી કે આ જમીન વકફ બોર્ડની છે.
WAQF has laid claim to Govindpur Village in Fatuha near Patna, Bihar having over 95% Hindu Population!
Many hindu families living there for generations with valid proof have been asked to vacate their homes within 30 days. pic.twitter.com/15KueKm5YN
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 26, 2024
વોર્ડ કાઉન્સિલર જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે આવનારા સમયમાં વક્ફ બોર્ડ આ વિસ્તારમાં વધુ લોકોને પણ નોટિસ આપી શકે છે. આ વિસ્તારના લોકો ડરી ગયા છે કારણ કે બોર્ડ ગેરકાયદે રીતે તેમની મિલકત પર પણ દાવો કરી શકે છે. બધા ભયભીત છે. કેટલાક લોકોને કોર્ટમાંથી રાહત મળી છે, પરંતુ ભવિષ્યમાં વક્ફ બોર્ડ ફરીથી નવી રમત રમીને દાવો કરી શકે છે.
બિહાર શિયા વકફ બોર્ડના અધ્યક્ષ અફઝલ અબ્બાસે આ મામલે કહ્યું કે આ વક્ફ બોર્ડ સાથે જોડાયેલો મામલો છે. આ મામલે જે પણ કાર્યવાહી કરવાની જરૂર પડશે તે બોર્ડ લેશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આપત્તિની સ્થિતિમાં સાવધાની માટે માર્ગદર્શિકા જાહેર