ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી, કાંઠા વિસ્તારના મકાનો પાણીમાં ગરકાવ

Text To Speech

વડોદરા, 26 ઓગસ્ટ 2024, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી. જેને લઇને શહેરમાં સાડા નવ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. વડોદરામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે પણ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે વડોદરામાં ફરી પૂરનું સંકટ ઉભુ થયું છે. હાલ વિશ્વામિત્રી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. નદી કાંઠા વિસ્તારના મકાનો પાણીમાં ગરકાવ થયાં છે.

એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઇ હતી
સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં વડોદરાના 242 મીમી એટલે કે, સાડા નવ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે જિલ્લામાં સૌથી વધુ દેસરમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદની સ્થિતિને કારણે વડોદરા શહેર અને જિલ્લાની શાળાઓમાં આવતીકાલે 27 ઓગસ્ટ 2024ના રોજ રજા જાહેર કરવામાં આવી છે.લાલ બાગ બ્રિજ પાસે પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકીના સામનો કરવો પડ્યો હતો. તો અનેક વાહનચાલકોના વાહનો બંધ થઈ ગયા હતા. આ દરમિયાન એક વાહનચાલક બાઈક સાથે પાણીમાં પડી ગયો હતો. સમય સૂચકતાને કારણે પાણીમાંથી બહાર આવ્યો હતો. એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઇ હતી.વડોદરામાં સવારથી અત્યારે સુધીમાં 200થી વધારે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવ્યા છે.

12 માર્ગ પર પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ
વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને કેટલાક સેવાભાવી લોકોએ ટ્રેક્ટરમાં બેસાડીને પોતાના ઘર તરફ લઈ જઈ રહ્યા છે.વડોદરા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના 12 માર્ગ પર પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ માર્ગોના વિકલ્પે પરિવર્તિત માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરાઈ છે.વાઘોડિયા તાલુકા સહિત સમગ્ર પંથકમાં મુશળધાર વરસાદના પગલે જરોદ પાસે આવેલું પાંચ દેવલા ગામ બેટમાં ફેરવાયું છે. 30 જેટલા કુટુંબોને ગ્રામ પંચાયત સરપંચ અને તાલુકા સદસ્ય દ્વારા સ્થળાંતર કરાયું છે. જોકે, હજુ સુધી મદદે વહીવટી તંત્રથી પહોંચી શકાયુ નથી. ગામમાં અત્યારે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે.

આ પણ વાંચોઃગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ, આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર

Back to top button