ટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયાવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ટેલિગ્રામના CEOની ધરપકડ બાદ બીજા ટેકનોલોજી માંધાતાઓમાં ફફડાટ, યુરોપ છોડી ભાગવા લાગ્યા

Text To Speech

નવી દિલ્હી, ૨૬ ઓગસ્ટ : મેસેજિંગ સર્વિસ ટેલિગ્રામના સ્થાપક અને સીઈઓ પાવેલ દુરોવને શનિવારે પેરિસ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી અને એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી હતી. દુરોવ સામે વોરંટ પહેલેથી જ જારી કરવામાં આવ્યું હતું અને જ્યારે તે પોતાના પ્રાઈવેટ જેટમાં ફ્રાન્સ પહોંચ્યા ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. બ્રોડકાસ્ટર્સ LCI અને TF1 અનુસાર પાવેલ દુરોવની 24 ઓગસ્ટની સાંજે ધરપકડ કરવામાં આવી હતી. આનાથી ગભરાઈને રમ્બલના સીઈઓ ક્રિસ પાવલોવસ્કીએ પોતે X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું છે કે તેઓ યુરોપ છોડી ગયા છે.

ટેલિગ્રામ મેસેજિંગ એપના સ્થાપક અને સીઈઓ પાવેલ દુરોવની પેરિસમાં બાર્જેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. ફ્રેન્ચ પોલીસે એવો દાવો કર્યો છે કે ડ્રગ્સની દાણચોરી, જાતીય શોષણ સંબંધિત સામગ્રીની વહેંચણી અને મની લોન્ડરિંગ જેવી ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમના પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવી રહી હતી. હવે આ કેસમાં ફ્રાંસ પોલીસે તેની ધરપકડ કરી છે. આનાથી ગભરાઈને, અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રમ્બલના સીઈઓ ક્રિસ પાવલોવસ્કીએ થોડા કલાકોમાં યુરોપ છોડી દીધું.

શેર કરેલી પોસ્ટમાં શું લખ્યું ?

રમ્બલના સીઈઓ ક્રિસ પાવલોવસ્કીએ પોતે X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું છે કે તેઓ યુરોપ છોડી ગયા છે. તેણે લખ્યું, હું થોડો મોડો છું, પરંતુ આ યોગ્ય સમય છે. હું સુરક્ષિત રીતે યુરોપ છોડી ગયો છું. ફ્રાન્સે પણ રમ્બલને દબાવવાનો પ્રયાસ કર્યો અને હવે તેઓએ ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવની અટકાયત કરીને હદ વટાવી દીધી છે.તે ફ્રીડમ ઓફ સ્પીચ સાથે ઉભો છે અને ફ્રેન્ચ કોર્ટમાં પોતાના માટે લડશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પાવેલ દુરોવને જલ્દીથી મુક્ત કરવામાં આવશે.

રમ્બલ એક ઓનલાઈન વિડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. તેની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી. તમે રમ્બલ પર ગેમિંગ, સંગીત, સમાચાર અને પોડકાસ્ટ વગેરેના લાભો મેળવી શકો છો.

આ પણ વાંચો : PM મોદી જમ્મુ-કાશ્મીરમાં કેટલી ચૂંટણી રેલીઓ કરશે? ભાજપનો સંપૂર્ણ માસ્ટરપ્લાન તૈયાર

Back to top button