ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

યુક્રેને રશિયા પર કર્યો 9/11 જેવો હુમલો, જોતા જ રહી ગયા પુતિન; જૂઓ વીડિયો

Text To Speech

રશિયા – 26 ઑગસ્ટ :    યુક્રેન અને રશિયા વચ્ચે ઘણા લાંબા સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હવે યુક્રેને પણ રશિયા સામે આક્રમણ વલણ દાખવ્યું છે. તાજેતરના એક અહેવાલ અનુસાર યુક્રેને રશિયાની સૌથી ઊંચી ઈમારત વોલ્ગા સ્કાય પર હુમલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ હુમલો રશિયાના સારાટોવ શહેરમાં કરાયો હતો, જેનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે ખાસ વાત એ છે કે આ હુમલો અમેરિકામાં 9/11 હુમલાની તર્જ પર જ કરાયો હતો.

ડ્રોને રશિયાની સૌથી ઊંચી ઈમારતને બનાવી નિશાન

ડ્રોન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો, જેની અસરથી બિલ્ડિંગમાં જોરદાર ધડાકા સાથે આગ પણ લાગી હતી. રશિયાના સારાટોવ શહેરમાં આવેલી આ ઈમારતમાં 38 માળ છે અને તે રશિયાની સૌથી ઊંચી ઈમારત ગણાય છે, જેમાં કેટલીક કંપનીઓની ઓફિસો આવેલી છે. જેમ વીડિયોમાં જોવા મળે છે તેમ યુક્રેનિયન ડ્રોન ઝડપથી ઉડતું ઉડતું બિલ્ડિંગમાં ઘૂસી જાય છે. ત્યારબાદ બિલ્ડીંગ ડગમગતું અને આગની જવાળાઓ ઉડતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા

આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ યુક્રેન જે રીતે રશિયાની સૌથી ઊંચી ઈમારત પર હુમલો કરવામાં સફળ રહ્યું છે તે રશિયા માટે ખૂબ જ આઘાતજનક છે. ડ્રોનની ટક્કર બાદ મોટી માત્રામાં ઇમારતનો કાટમાળ પણ નીચે પડતો જોવા મળી રહ્યો છે. આ હુમલામાં આ રશિયન ઈમારતના એક ભાગને ઘણું નુકસાન થયું છે. પ્રાદેશિક ગવર્નર રોમન બાસુર્ગીને પણ આ ઘટનાની પુષ્ટિ પણ કરી છે. તેમણે ટેલિગ્રામ પર આ ઘટના વિશે જણાવ્યું અને કહ્યું કે હુમલામાં ઘાયલ એક મહિલાની હાલત ઘણી નાજુક છે. ડોક્ટરો તેને બચાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલામાં તેના સિવાય અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયો છે.

આ પણ વાંચો : યશસ્વી જયસ્વાલ રહી ગયો પાછળ, હવે આ બેટ્સમેન બની ગયો છે નંબર વન

Back to top button