ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ શહેરમાં ભારે વરસાદ, વાસણા બેરેજના 5 દરવાજા ખોલાયા

Text To Speech
  • લોકોને સાવચેત રહેવા જિલ્લા કલેકટરની સૂચના છે
  • 26થી 30 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની શક્યતા
  • મેમનગર, શાસ્ત્રીનગરમાં પાણી ભરાતા હાલાકી

અમદાવાદ શહેરમાં ભારે વરસાદ આવ્યો છે. જેમાં વાસણા બેરેજના 5 દરવાજા ખોલાયા છે. તથા અમદાવાદમાં વરસાદ આવતા AMC તંત્રની પોલ ખુલી છે. જેમાં અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. પાણી ભરાતા AMC તંત્રની પોલ ખુલી ગઇ છે જેમાં લોકોને સાવચેત રહેવા જિલ્લા કલેકટરની સૂચના છે.

ભારે વરસાદ આવતા વાસણા બેરેજના 5 દરવાજા ખોલાયા

ભારે વરસાદ આવતા વાસણા બેરેજના 5 દરવાજા ખોલાયા છે. તેમાં 1 દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. જ્યારે 1 દરવાજો 2.5 ફૂટ ખોલવામાં આવ્યો તથા અન્ય દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. અમદાવાદમાં આખી રાત વરસાદ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે. જેમાં અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. તેમજ પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ કરાયો છે. તેમજ મેમનગર, શાસ્ત્રીનગરમાં પાણી ભરાતા હાલાકી પડી રહી છે. તથા ગુરુકુલ રોડ, કાલુપુર, શિવરંજની પાસે પાણી ભરાયા છે. તેમજ ગોતા, બોપલ, શિલજ, SP રિંગ રોડ પાણી પાણી થયો છે. તથા પાણી ભરાતા શહેરીજનોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે ગુજરાત સહીત રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થયુ છે. તેમજ બનાસકાંઠા જિલ્લાના નદી વિસ્તારના ગામોને એલર્ટ અપાયુ છે.

26થી 30 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની શક્યતા

બનાસ અને રેલ નદી નજીક રહેતા લોકોને સૂચના આપવામાં આવી છે. તેમજ લોકોને સાવચેત રહેવા જિલ્લા કલેકટરની સૂચના છે. ગૌ-શાળા અને પશુઓના વાડાઓનું સ્થળાંતર કરી દેવા સૂચના આપવામાં આવી છે. 26થી 30 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જેમાં દરિયાકાંઠા વિસ્તારોને પણ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમજ માછીમારોને માછીમારી કરવાની મનાઇ કરવામાં આવી છે.

Back to top button