અમદાવાદગુજરાત

પોલીસ ગ્રેડ પે બાબતે થયેલી FIR હાઇકોર્ટે રદ કરી આંદોલનકારી પોલીસ અધિકારીઓને ન્યાય આપ્યો

અમદાવાદ, 24 ઓગસ્ટ 2024, શહેરના રાજીવ ગાંધી ભવન ખાતે આજે કોંગ્રેસ સિનિયર રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ તથા શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં અગાઉ રાજ્યમાં પોલીસના ગ્રેડ-પેને લઈને ગુજરાત પોલીસના કર્મચારીઓ દ્વારા જ આંદોલન કરાયા હતા. જેમાં સરકાર ડરી જઈને કપિલ દેસાઈ સહિતના કાર્યકર્તાઓ ઉપર પાંચ અલગ અલગ જિલ્લાઓમાં ખોટી એફઆઈઆર કરીને ડરાવવાનો પ્રયાસ કરાયો હતો. જે બાદ હાઇકોર્ટમાં જતા આ તમામ પાંચ એફઆઇઆર નામદાર હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે.

આંદોલન થકી 550 કરોડનો પગાર વધારો કરાયો
અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરીને જણાવાયું હતું કે અગાઉ ગુજરાત પોલીસના કર્મચારી નીલમ મકવાણા અને હાર્દિક પંડ્યા સહિતના કર્મચારીઓએ ગુજરાત પોલીસમાં 1800 રૂપિયા ગ્રેટ પે મળવા પાત્ર હતા જેમાં વધારીને 2800 કરવાની માંગણી કરી હતી. જેને લઈને સમગ્ર રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ કર્મચારીઓની સાથે સામાન્ય જનતાએ પણ અવાજ બુલંદ કર્યો હતો. આંદોલનથી મુખ્ય ફાયદો એ થયો કે 15 ઓગસ્ટ 2022 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પોલીસ કર્મચારીઓના પગાર એલાઉન્સમાં 550 કરોડનો વધારો કરાયો હતો અને પગાર વધારાની ભેટ સરકાર દ્વારા આપવામાં આવી હતી. જેમાં એલ.આર.ડી. અને એ.એસ.આઈ. ફિક્સેશનવાળાનો માસીક રૂપિયા ૮૦૦૦ જેટલો, એ.એસ.આઈ.ને માસિક રૂપિયા ૫૩૯૫ જેટલો, કોન્સ્ટેબલને રૂપિયા ૪૩૯૫ જેટલો અંદાજે પગાર વધારો થયો હતો. પરંતુ હજુ સુધી 2800 ગ્રેડ પેમાં વધારો કરાયો નથી જેની લડત આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રહેશે

5 જીલ્લાઓમાં ખોટા કેસ કરાયા હાઇકોર્ટે રદ કર્યા
પ્રવકતા કપિલ દેસાઈએ આ અંગે નિવેદના જણાવ્યું હતું કે વર્ગ-૩ના કર્મચારીઓમાં સૌથી ઓછો ૧૮૦૦ ગ્રેડ પે ગુજરાત પોલીસ જવાનોનો છે. જેઓની માંગણી ૨૮૦૦ ગ્રેડ પે કરવાની છે. જે અંગે જુલાઈ ૨૦૨૦ માં ગુજરાત પોલીસ ગ્રેડ પે વધારવાની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં ૩૩૦૦૦ થી વધુ લોકો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયા હતા અનેક વાર ટ્વિટર પર નંબર વન પર ટ્રેન્ડ ચલાવ્યા હતાં. ૨૧ જુલાઈ ૨૦૨૦ ના રોજ પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી જેમાં હજારો લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને પોતાના ઘરે થી હાથમાં પ્લેકાર્ડ લઈને પ્રતિક ઉપવાસ આંદોલનમાં જોડાયા હતાં ગુજરાત પોલીસના પગાર વધારા માટે કરવામાં આવેલ લડતને તોડી પાડવાનાં ઈરાદેથી સરકાર દ્વારા મારી સાથે, સામાજીક કાર્યકર રાજેશ વાઢેર અને કલ્પેશ ચૌધરી પર સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ એમ 5 જીલ્લાઓમાં ખોટા કેસ કરવામાં આવ્યા હતા. રક્ષાબંધન જેવા તહેવારમાં પોલીસ કસ્ટડીમાં રહેવુ પડ્યું હતું અને 14 દિવસ જેટલો સમય જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પુરી રાખવામાં આવ્યા હતા અને મોબાઈલ સહિતની વસ્તુઓ જમા લઈ લેવામાં આવી હતી અને 5 જીલ્લાઓમાંથી જામીન લઈ 14 દિવસે બહાર આવી શક્યા હતા. જેને પડકારતી પીટીશન નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃઅરવલ્લીમાં ધો.10-12માં પાસ કરાવવા 1.60 લાખની લાંચ માંગી, ACBએ શિક્ષકને ઝડપ્યા

Back to top button