અચાનક આવતા કાર્ડિયાક અરેસ્ટ માટે જવાબદાર છે આ કારણો
- સોશિયલ મીડિયા ઈંફ્લુએન્સર ઈન્શા ઘાઈના પતિ અંકિત કાલરાને માત્ર 29 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે અંકિતને હૃદયની કોઈ સમસ્યા નહોતી
HD ન્યુઝ ડેસ્કઃ સોશિયલ મીડિયા ઈંફ્લુએન્સર ઈન્શા ઘાઈના પતિ અંકિત કાલરાનું અચાનક અવસાન થયું. ઈન્શાએ આ વાતની જાણકારી એક પોસ્ટ દ્વારા ફેન્સને આપી હતી. અંકિતને માત્ર 29 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે અંકિત કાલરાને હૃદયની કોઈ સમસ્યા નહોતી. આવી સ્થિતિમાં, એ સમજવું જરૂરી છે કે મેડિકલ હિસ્ટ્રી વગરના યુવાનોમાં કાર્ડિયાક અરેસ્ટ અને મૃત્યુનું કારણ આખરે છે શું?
શું છે સડન કાર્ડિયાક અરેસ્ટ?
સડન કાર્ડિયાક અરેસ્ટ એ એવી સ્થિતિ છે જેમાં અચાનક હાર્ટ લોહીને પમ્પ કરવાનું બંધ કરી દે છે. જેના કારણે શરીર અને મગજના ભાગોમાં લોહીનો સપ્લાય બંધ થઈ જાય છે. વ્યક્તિ બેભાન થઈ જાય છે અને હૃદયના ધબકારા સાવ ઘટી જાય છે. અચાનક થયેલી આ કન્ડીશન બાદ જો તરત સારવાર ન મળે, તો તાત્કાલિક મૃત્યુ થાય છે. નાની ઉંમરમાં મૃત્યુનું કારણ સડન કાર્ડિયાક અરેસ્ટ જ છે. જેના કારણે વ્યક્તિ થોડીક જ ક્ષણોમાં જીવ ગુમાવી દે છે.
કોઈ લક્ષણો દેખાતા નથી
સામાન્ય હાર્ટએટેક પહેલાં છાતીમાં દુખાવો અથવા બેચેની જેવાં લક્ષણો જોવા મળે છે, પરંતુ અચાનક કાર્ડિયાક અરેસ્ટમાં આવાં કોઈ લક્ષણો દેખાતા નથી અને બધું અચાનક થાય છે. જેના કારણે મોટાભાગના લોકો હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મૃત્યુ પામે છે.
જવાબદાર હોઈ શકે છે આ કારણો
ડોક્ટરોના મતે સડન કાર્ડિયાક અરેસ્ટ માટે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ સૌથી વધુ જવાબદાર છે. ખાવાની ખોટી આદતો, વધુ પડતો તણાવ અને ધૂમ્રપાન. આ ત્રણ કારણો કાર્ડિયાક અરેસ્ટ માટે સૌથી વધુ જવાબદાર છે.
સ્ટ્રેસથી વધી રહ્યું છે જોખમ
આજના સમયમાં પરિવાર અને કરિયરના કારણે સ્ટ્રેસ એટલો વધી ગયો છે કે તેનાથી હાર્ટ હેલ્થ પર જોખમ ઊભું થયું છે. વધુ પડતા સ્ટ્રેસને કારણે શરીરમાં આવા હોર્મોન્સ રીલીઝ થાય છે જે હાર્ટ અને તેની વેસલ્સને નબળી પાડે છે અને હાર્ટ હેલ્થ બગડવા લાગે છે. સ્ટ્રેસને કારણે અચાનક બ્લડનો સપ્લાય હાર્ટને મળવાનું બંધ થઈ જાય છે અને કાર્ડિયાક અરેસ્ટનું જોખમ વધી જાય છે.
આ પણ વાંચોઃ બાળકોને ગળ્યું ખવડાવી બીમાર ન બનાવો, શરૂઆતથી જ બદલો આ આદતો