અમદાવાદગુજરાત

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને પોલીસ જાપ્તા સાથે એક દિવસના જામીન

Text To Speech

અમદાવાદ, 23 ઓગસ્ટ 2024, શહેરમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલે તેના દાદાનું અવસાન થતાં અંતિમ ક્રિયામાં સામેલ થવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી. દાદાની તબિયત ખરાબ હોવાથી તેઓ ICUમાં દાખલ હતા. જ્યાં 22 ઓગસ્ટની સાંજે તેમનું અવસાન થયું હતું. આ અરજી સાથે તેમનું મૃત્યુ પ્રમાણપત્ર જોડવામાં આવ્યું હતું. પૌત્ર તરીકે દાદાની અંતિમક્રિયામાં ધાર્મિક વિધિમાં તેની જરૂર હોવાથી તથ્ય પટેલે ચાર અઠવાડિયાના જામીન માંગ્યા હતાં. કોર્ટે પોલીસ જાપ્તા સાથે એક દિવસના જામીન મંજૂર કર્યા હતાં.

દાદાની અંતિમ ક્રિયા માટે એક દિવસના જામીન આપ્યા
તથ્યને હ્રદય સંબંધિત તકલીફની સારવાર કરાવવા માટે પણ 4 અઠવાડિયાના હંગામી જામીન માંગવામાં આવ્યા હતા. જેના મેડિકલ પેપર પણ આ અરજી સાથે જોડવામાં આવ્યા હતા. તથ્ય તેના દાદાનો એક માત્ર પૌત્ર છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે, તથ્યના દાદાની અંતિમ ક્રિયામાં ઉપસ્થિત રહેવા માટે તેને પોલીસ જાપ્તા સાથે જામીન આપવા જોઈએ. જોકે, 4 અઠવાડિયાના જામીન માટે વિરોધ કર્યો હતો. કોર્ટે માનવતાની દ્રષ્ટિએ પોલીસ જાપતા સાથે તથ્યને દાદાની અંતિમ ક્રિયામાં ઉપસ્થિત રહેવા માટે એક દિવસના જામીન આપ્યા હતા.

આ પણ વાંચોઃAMCમાં બોગસ સ્પોન્સરશિપથી નોકરી લેનારા ફાયરબ્રિગેડના 9 અધિકારીઓ સસ્પેન્ડ

Back to top button