ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરીસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચીનના આકાશમાં દેખાયા 7 સૂર્ય! જાણો આ ‘ચમત્કાર’ કેવી રીતે થયો

Text To Speech
  • સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારો અને અદ્ભુત વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા

નવી દિલ્હી, 23 ઓગસ્ટ: આકાશમાં સાત સૂર્ય દેખાતા હોય તેવો વીડિયો ચીનની વાંગ નામની મહિલાએ હોસ્પિટલની બારીમાંથી શૂટ કર્યો છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ચોંકાવનારો અને અદ્ભુત વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, આ વીડિયો 18 ઓગસ્ટનો છે. જેને ચેંગ્દુની હોસ્પિટલમાં એક મહિલાએ શુટ કર્યો હતો. વીડિયો જોઈને ઘણા લોકોને લાગ્યું કે, આ બ્રહ્માંડનો અનોખો નજારો છે. જ્યારે કેટલાક લોકોએ તેને ચમત્કાર ગણાવ્યો હતો.

સાત સૂર્ય કેવી રીતે દેખાયા?

હકીકતમાં, આ એક ઓપ્ટિકલ ઈલ્યુઝન અને વર્ચ્યુઅલ ઈમેજને કારણે થયું છે. વાંગ નામની મહિલાએ હોસ્પિટલની બારીની અંદરથી આ વીડિયો શુટ કર્યો છે. વિન્ડો ગ્લાસના દરેક સ્તરે અલગ-અલગ સૂર્યની છબી ઉત્પન્ન થઈ અને પ્રકાશના વક્રીભવનને કારણે, સાત સૂર્ય એક સાથે દેખાવા લાગ્યા હતા.

લોકો તરફથી રમુજી પ્રતિક્રિયાઓ આવી 

વીડિયો વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોની ફની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, “આપણે આખરે ગ્લોબલ વોર્મિંગ વિશેની સત્યતા  જાહેર કરી જ દીધી. જ્યારે એક વ્યક્તિએ આ ઘટનાને “ચુંબકીય ક્ષેત્રની ગરબડ” ગણાવી દીધી. જો કે, એક અન્ય યુઝરે ટ્વિટર પર લખ્યું કે, એક એશિયન દેશમાં પ્રકાશના વક્રીભવનના પરિણામે, એક સાથે 7 સૂર્ય જોવા મળ્યા.

Reddit પરના એક યુઝરે આની સરખામણી ચીનની હોઉ યીની દંતકથા સાથે કરી દીધી. ચીનમાં, એવું કહેવાય છે કે, હોઉ યી એક તીરંદાજ હતો જેણે પૃથ્વીને સળગતા બચાવવા માટે પૃથ્વીના 10માંથી 9 સૂર્યને તોડી નાખ્યા હતા.

આ પણ જૂઓ: ભારતે અંતરિક્ષની દુનિયામાં નોંધપાત્ર પ્રગતિ કરી છેઃ નેશનલ સ્પેસ દિવસ પર PM મોદીએ શુભેચ્છા પાઠવી

Back to top button