ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારતે અંતરિક્ષની દુનિયામાં નોંધપાત્ર પ્રગતિ કરી છેઃ નેશનલ સ્પેસ દિવસ પર PM મોદીએ શુભેચ્છા પાઠવી

  • PM મોદીએ અંતરિક્ષની દુનિયામાં ભારત દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર પ્રગતિને ઉજાગર કરી

નવી દિલ્હી, 23 ઓગસ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે પ્રથમ નેશનલ સ્પેસ દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી. MyGovIndia દ્વારા X પર એક થ્રેડ ફરીથી પોસ્ટ કરતા પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે, “ભારતે અંતરિક્ષની દુનિયામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ થ્રેડ તેની ઝલક આપે છે…” આ ખાસ અવસર પર PM મોદીએ પોતાના અન્ય ટ્વિટમાં કહ્યું કે, “તેમની સરકારે અંતરિક્ષ ક્ષેત્રે ભવિષ્ય સંબંધિત ઘણા નિર્ણયો લીધા છે. સરકાર આવનારા સમયમાં વધુ મહત્ત્વપૂર્ણ પગલાં લેશે.” પીએમ મોદીએ ગયા વર્ષે જ નેશનલ સ્પેસ ડે ઉજવવાની જાહેરાત કરી હતી. જેની તેમણે સોશિયલ મીડિયા પર લોકોને માહિતી આપી હતી.

 

પ્રથમ નેશનલ સ્પેસ દિવસના અવસરે, કેન્દ્રીય મંત્રી HD કુમારસ્વામીએ ભારતના ચંદ્ર મિશનને સફળ બનાવવામાં ચાર સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSE)ના યોગદાનને યાદ કર્યું. તેમણે કહ્યું કે, તેમના મંત્રાલય હેઠળના CPSEએ આ સિદ્ધિ હાંસલ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

PM મોદીએ વિજ્ઞાનીઓના કામની પણ પ્રશંસા કરી

PM મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે, “પ્રથમ નેશનલ સ્પેસ દિવસ પર દરેકને શુભેચ્છાઓ. આપણે સ્પેસ ક્ષેત્રમાં આપણા દેશની સિદ્ધિઓને ગર્વ સાથે યાદ કરીએ છીએ. આપણા અવકાશ વિજ્ઞાનીઓના યોગદાનની પ્રશંસા કરવાનો પણ આ દિવસ છે. અમારી સરકારે આ ક્ષેત્રને લગતા ઘણા ભવિષ્યલક્ષી નિર્ણયો લીધા છે અને અમે આવનારા સમયમાં હજુ વધુ નિર્ણયો લઈશું.’

 

આજે દેશનો પ્રથમ નેશનલ સ્પેસ દિવસ

દેશ આજે તેનો પ્રથમ નેશનલ સ્પેસ દિવસ ઉજવી રહ્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અનુસાર, તેની મુખ્ય થીમ ‘ચંદ્રમા કો છૂતે હુએ જીવન કો છુના: ભારત કી સ્પેસગાથા’. ઈસરોએ જણાવ્યું હતું કે, આ પ્રસંગને યાદગાર બનાવવા માટે, સ્પેસમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓ, સમાજને થતા ગહન લાભો અને જીવનના તમામ ક્ષેત્રના લોકો માટે ભારતીય સ્પેસ કાર્યક્રમ સાથે જોડાવાની અમર્યાદિત તકોને ઉજાગર કરતી સંખ્યાબંધ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે.

આ પણ જૂઓ: નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં પેરિસ ઓલિમ્પિકનો રેકોર્ડ તોડ્યો, છેલ્લા થ્રોમાં કર્યો કમાલ

Back to top button