અમદાવાદમાં રખડતાં ઢોર, ગેરકાયદે પાર્કિંગ મુદ્દે હાઇકોર્ટ આકરા પાણીએ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ઓથોરીટીનો ઉધડો લીધો
- અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ટ્રાફ્કિની જટિલ સમસ્યા
- કોઈ જ સંતોષકારક કામગીરી થતી નથી તેમ કોર્ટે જણાવ્યું છે
અમદાવાદમાં રખડતાં ઢોર, ગેરકાયદે પાર્કિંગ મુદ્દે હાઇકોર્ટ આકરા પાણીએ છે. જેમાં 29 ઓગસ્ટે ગૃહ વિભાગના ACS, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ હાજર થાય તેમ હાઇકાર્ટે જણાવ્યું છે. રખડતાં ઢોર, ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે 2018થી 60 હુકમો કર્યાં, છતાં કોઈ રિઝલ્ટ નથી. તેમજ છેલ્લી છ મુદતથી અમે બધું જોઈ રહ્યાં છીએ, કોઈ જ સંતોષકારક કામગીરી થતી નથી તેમ કોર્ટે જણાવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં તબીબો પર હુમલાને પગલે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય, નવી વિઝિટર પોલિસી આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ઓથોરીટીનો ઉધડો લીધો
રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, માર્ગો-ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ-દબાણો સહિતના મુદ્દે હાઇકોર્ટના વારંવારના નિર્દેશો અને કડક ચેતવણીઓ છતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નહી આવતાં ગુજરાત હાઇકોર્ટે છેવટે રાજયના ગૃહ વિભાગના એડિશનલ ચીફ્ સેક્રેટરી એમ.કે.દાસ અને શહેર વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને તા.29મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે. એડવોકેટ અમિત પંચાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં ખંડપીઠે રાજય સરકાર, ટ્રાફ્કિ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ઓથોરીટીનો ઉધડો લીધો હતો.
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ટ્રાફ્કિની જટિલ સમસ્યા
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ટ્રાફ્કિની જટિલ સમસ્યા, જાહેર રસ્તાઓ અને ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ, રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના અનેક મુદ્દાઓ પર ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2018 પછી લગભગ 60 જેટલા હુકમો કર્યા હોવા છતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નહી આવતાં કે કોઇ ફ્ળદાયી પરિણામ નહી આવતાં હાઈકોર્ટની ખંડપીઠે નારાજગી વ્યકત કરી હતી અને રાજય સરકાર, ટ્રાફ્કિ પોલીસ, અમ્યુકો, પોલીસ ઓથોરીટી સહિતના સત્તાવાળાઓનો ઉધડો લેતાં સાફ્ શબ્દોમાં સુણાવ્યું હતું કે, આટલા વર્ષોથી હાઇકોર્ટ વારંવાર હુકમો કર્યા કરે છે અને તમને પૂરતી તક આપી છે પરંતુ હજુ સુધી કોઇ જ અસરકારક કે પરિણામલક્ષી થઇ જ નથી.