ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં તબીબો પર હુમલાને પગલે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય, નવી વિઝિટર પોલિસી આવશે

  • દર્દીઓને ફક્ત સાંજે 4થી 6 વાગ્યા સુધીના સમયગાળામાં જ મળી શકાશે
  • OPDમાં, ઇમરજન્સીમાં દર્દી સાથે બે વ્યક્તિ જઈ શકશે
  • દર્દીને વધુમાં વધુ 30 મિનિટ સુધી મળવાની છૂટ રહેશે

અમદાવાદમાં તબીબો પર હુમલાને પગલે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે જેમાં નવી વિઝિટર પોલિસી આવશે. તેમાં તમામ હોસ્પિટલોમાં દર્દીઓને ફક્ત સાંજે 4થી 6માં જ દર્દીને મળી શકાશે. તબીબો પર પરિવારજનોના હુમલાને પગલે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લીધો છે કે વધુમાં વધુ 30 મિનિટ સુધી મળવાની છૂટ રહેશે. તેમજ OPDમાં, ઇમરજન્સીમાં દર્દી સાથે બે વ્યક્તિ જઈ શકશે.

આ પણ વાંચો: અમદાવાદમાં 13 પ્લોટની AMC હરાજી કરીને રૂ.1,000 કરોડની આવક મેળવશે

તમામ હોસ્પિટલોમાં દર્દીઓને ફક્ત સાંજે 4થી 6 વાગ્યા સુધીના સમયગાળામાં જ મળી શકાશે

AMC સંચાલિત SVP, LG, નગરી, શારદાબેન સહિતની તમામ હોસ્પિટલોમાં દર્દીઓને ફક્ત સાંજે 4થી 6 વાગ્યા સુધીના સમયગાળામાં જ મળી શકાશે અને તે સિવાય દર્દીના સગાને મળવા જઈ શકાશે નહીં. દર્દીના સગાને વધુમાં વધુ 30 મિનિટ સુધી મળી શકાશે. ઉલ્લેખનીય છે કે, મણિનગરની LG હોસ્પિટલમાં ઇમરજન્સી સેવામાં કામ કરતા જુનિયર ડોક્ટરનું ગળું દબાવી દેવાની ઘટનાને પગલે AMC હોસ્પિટલોમાં વિઝિટર પોલિસી તૈયાર કરાઈ છે અને એક સપ્તાહમાં તેનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે. આમ, હવેથી દર્દી સાથે માત્ર બે વ્યક્તિ OPDમાં અને ઇમરજન્સીમાં જઈ શકશે.

જાણો શું છે નવી વિઝિટર પોલિસી

ડીલક્ષ/સ્પેશિયલ/સેમી સ્પેશિયલ રૂમો ખાતે દાખલ દર્દીઓ સાથે વધુમાં વધુ બે સગાને હોસ્પિટલ ખાતે પ્રવેશ આપવો. અનિવાર્ય સંજોગોમાં અને જરૂર જણાય ત્યારે વધુ વ્યક્તિઓને પ્રવેશ મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટ/ RMOની મંજૂરીથી અપાશે. OPDમાં સારવાર માટે આવતાં, હરી ફરી શકે તેવા દર્દી સાથે માત્ર એક જ સગાવહાલાને હોસ્પિટલ ખાતે પ્રવેશ આપવો, OPDમાં સારવાર માટે આવતાં અને હરીફરી ન શકે તેવા દર્દી/ બાળ દર્દી સાથે માત્ર બે જ સગાને હોસ્પિટલ ખાતે પ્રવેશ આપવો. ઈન્ડોર જનરલ વોર્ડમાં દાખલ દર્દી સાથે માત્ર એક જ સગાવહાલાને રહેવા દેવાશે. ઈમરજન્સી/કેઝયુઆલિટી નોન ઓપીડી અવર્સ દરમિયાન આવતાં ઈમરજન્સી/કેઝયુઆલિટી કેસોમાં દર્દી સાથે વધુમાં વધુ બે જ સગા વહાલાઓને હોસ્પિટલ ખાતે પ્રવેશ આપવો. ઓપરેશન થીએટર/લેબર રૂમ ઓપરેશન, લેબર રૂમના કેસોમાં દર્દી સાથે વધુમાં વધુ બે જ સગા વહાલાઓને હોસ્પિટલ ખાતે પ્રવેશ આપવો. ICUમાં સારવાર હેઠળનાં તમામ કેસોમાં દર્દી સાથે ICU તથા બહારનાં ભાગમાં એક જ સગાને પ્રવેશ આપવો.

Back to top button