ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

PM મોદી આજથી યુક્રેનની મુલાકાતે, 10 કલાકની ટ્રેન યાત્રા બાદ પહોંચશે કિવ

Text To Speech
  • 1991માં યુક્રેનને આઝાદી મળ્યા બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે

નવી દિલ્હી, 23 ઓગસ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની તેમની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા પછી ગુરુવારે યુક્રેનની ઐતિહાસિક મુલાકાત માટે રવાના થયા હતા. પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીના આમંત્રણ પર યુક્રેનની યાત્રા પર ગયેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ અંગે યુક્રેનના નેતા સાથે તેમના વિચારો શેર કરશે. યુક્રેનની તેમની મુલાકાત તેમની મોસ્કોની મુલાકાતના લગભગ છ અઠવાડિયા પછી આવે છે, જેની US અને તેના કેટલાક પશ્ચિમી સાથીઓ દ્વારા ટીકા પણ કરવામાં આવી હતી. 1991માં યુક્રેનને આઝાદી મળ્યા બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે.

યુક્રેન જવા માટે ટ્રેન દ્વારા મુસાફરી

પીએમ મોદીએ કહ્યું, “હું દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણ પર મંતવ્યો શેર કરવા માટે પ્રમુખ ઝેલેન્સ્કી સાથે સંવાદને આગળ વધારવાની તકની રાહ જોઈ રહ્યો છું.” તેમણે વધુમાં કહ્યું કે, “મિત્ર અને ભાગીદાર તરીકે, અમે આ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાને વહેલી પાછી આવવાની આશા રાખીએ છીએ.” વડાપ્રધાન નરેન્દ્ર મોદી કડક સુરક્ષા સાથે ટ્રેન દ્વારા યુક્રેનની રાજધાની કિવ જઈ રહ્યા છે, આ મુસાફરીમાં તેમને લગભગ 10 કલાકનો સમય લાગશે.

‘આ યુદ્ધનો યુગ નથી’

મહત્ત્વપૂર્ણ છે કે, ભારતે હજુ સુધી યુક્રેન પર રશિયન હુમલાની નિંદા કરી નથી અને તે વાતચીત અને રાજદ્વારી દ્વારા સંઘર્ષનું નિરાકરણ લાવવાનું આહ્વાન કરી રહ્યું છે. યુક્રેનની મુલાકાત પહેલા જ પીએમ મોદીએ પોલેન્ડમાં પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભારત અશાંત ક્ષેત્રમાં શાંતિનું સમર્થન કરે છે.” તેમણે પુનરોચ્ચાર કર્યો કે “આ યુદ્ધનો યુગ નથી અને કોઈપણ સંઘર્ષને મુત્સદ્દીગીરી અને સંવાદ દ્વારા ઉકેલવા જોઈએ.” તેમણે આગળ કહ્યું કે, “ભારત ભગવાન બુદ્ધની ભૂમિ છે. તેથી, ભારત આ ક્ષેત્રમાં કાયમી શાંતિનો સમર્થક છે. અમારું વલણ એકદમ સ્પષ્ટ છે: આ યુદ્ધનો યુગ નથી. માનવતાને જોખમમાં મૂકતા પડકારો સામે એકજૂથ થવાનો આ સમય છે. તેથી, ભારત મુત્સદ્દીગીરી(કૂટનીતિ) અને સંવાદમાં વિશ્વાસ રાખે છે.”

આ પણ જૂઓ: રેપ-હત્યા કેસમાં CM મમતા બેનરજીએ PM મોદીને લખ્યો પત્ર, જાણો શું માંગ કરી

Back to top button