અમદાવાદગુજરાત

અમદાવાદમાં કોંગ્રેસ નેતા અલ્કા લાંબાએ અદાણી ગ્રુપ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા

Text To Speech

અમદાવાદ, 22 ઓગસ્ટ 2024, રાજીવ ગાંધી ભવન ખાતે રાષ્ટ્રિય કોંગ્રેસ મહિલા પ્રમુખ અલકા લાંબા પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. અને સેબી અંગેનાં હિન્ડન બર્ગ રિપોર્ટમાં ઉજાગર થયેલ ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હતો. અને અદાણી તેમજ તેની તપાસ માટે સેબીનાં ચેરમેનની નિયુક્તિ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. અને કહ્યું હતું કે અદાણી કંપનીના રોકાણકારને જેના પૈસા અદાની કંપનીમાં લાગેલા હોય એવા વ્યક્તિને અદાણી કંપનીના ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે ચેરમેન બનાવી દેવાયા જેના કારણે તપાસ આગળ ન વધી અને અદાણીને સૌથી મોટા ભ્રષ્ટાચારમાં ક્લીન ચીટ આપવામાં આવી તેવા અનેક આક્ષેપો કર્યા હતાં.

માધવી પુરી ભુજને સેબીની ચેરમેન બનાવી
અલકા લાંબાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અદાણીની શેલ કંપનીઓમા લાગ્યા 10 હજાર કરોડ કોના છે? સેબીને તપાસ આપવામા આવે છે ત્યારે સેબી અદાણીને ક્લીન ચીટ આપે છે!! ત્યાંરે આ બધી બાબતો સુપ્રીમ કોર્ટ માની જાય છે. જેને તપાસ આપવામા આવી તે અદાણી કંપનીઓની ડિરેક્ટર માધવી પૂરી ભુજ હતી તે સેબીની ચેરમેન બનાવવામાં આવી જેમાં હોઈ શકે અદાણીનાં કહેવા પ્રમાણે પોતાની જ કંપનીનાં માણસને ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે.

SBI ના 4.5 લાખ બિલિયન દાવ પર લાગ્યાનું જોખમ
અલકા લાંબાએ સરકારી એજન્સી ED પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ED પણ આ અંગે તપાસ નથી કરતી ત્યારે ED એ જ્યાં જ્યાં રેડ કરી ત્યાં ત્યાં અદાણીને તે કંપની આપી દેવામાં આવી, Quint પણ અદાણીનાં ભ્રષ્ટાચારની પોલ ખોલતા હતા પરંતુ એને 49 % પાર્ટનરશીપ આપી દેવામાં આવી, જે અદાણીની શરતો સાથે સહમત ન થયા એવા આદિત્ય બિરલા ગ્રૂપને 8 વર્ષથી હેરાન કરવામાં આવે છે. પણ આદિત્ય બિરલા ગ્રુપને કોંગ્રેસ સેલ્યુટ કરે છે!! વારંવાર સરકારી અને અદાણી તેવા કોન્ટ્રાકટ કરવામાં આવ્યા છે. 10 કરોડ રોકાણકારોનાં પૈસા લાગેલા છે તેની ચિંતા છે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIના 4.5 લાખ બિલિયન દાવ પર લાગેલા છે કરોડો ભારતીયોનાં પૈસા જોખમમાં છે. અંતે માંગણી કરતા કહ્યું હતું કે સેબીની ચેરમેનને હટાવવામાં આવે અને જેપીસીનું ગઠન કરી યોગ્ય તપાસ કરવામાં આવે.

આ પણ વાંચોઃઅલકા લાંબા સાથે કાર્યકર્તાઓની બેઠક, ગુજરાત કોંગ્રેસના મહિલા સંગઠનમાં મોટા ફેરફાર કરાશે

Back to top button